વિચાર્યું નહીં હોય એટલી ચાલશે સ્માર્ટફોનની બેટરી, બસ ચાર્જિંગ કરવા સમયે ફોલો કરો આ ટિપ્સ
Smartphone Charging Rule: આજકાલ સ્માર્ટફોન આપણા જીવનનું મહત્વનો ભાગ બની ગયો છે. આપણે આખો દિવસ તેનો ઉપયોગ કરીએ છીએ અને તેથી જરૂરી છે કે ફોનની બેટરી લાંબો સમય ચાલે. તેથી સ્માર્ટફોન ચાર્જ કરવા સમયે હંમેશા આ નિયમનું પાલન કરવું જોઈએ.
સ્માર્ટફોનનો ઉપયોગ
સ્માર્ટફોનનો ઉપયોગ લોકો મોટા ભાગે પોતાના કામો માટે કરે છે. ઓફિસથી લઈને પર્સનલ કામો માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ લોકો સ્માર્ટફોન વગર રહી શકતા નથી. ફોન આજે દૈનિક જીવનની જરૂરીયાત બની ગયો છે.
સ્માર્ટફોન ડિસ્ચાર્જ થવો
સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી તે ડિસ્ચાર્જ પણ થાય છે. પરંતુ ફોનનું ડિસ્ચાર્જ થવું તે વાત પર નિર્ભર કરે છે કે ફોનનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. આ સાથે ફોનની બેટરી કેટલા એમએએચની છે, તે મહત્વ રાખે છે. સામાન્ય રીતે સ્માર્ટફોનમાં 4થી લઈ 6 હજાર એએમએસની બેટરી હોય છે.
ફોન ચાર્જિંગ
સ્માર્ટફોનને લોકો પોત-પોતાની રીતે ચાર્જ કરે છે. ઘણીવાર વચ્ચે-વચ્ચે ફોન ચાર્જ કરે છે તો કોઈ ડિસ્ચાર્જ થયા બાદ ચાર્જિંગમાં લગાવે છે. પરંતુ શું તમે ફોનને ચાર્જ કરવાની સાચી રીત જાણો છો? આજે અમે તમને ફોન ચાર્જ કરવાના એક એવા રૂલ વિશે જણાવીશું, જેનાથી તમને સારી બેટરી લાઇફ મળશે.
80/20 રૂલ શું છે?
ફોન ચાર્જ કરવા માટે તમે 80/20 રૂલને ફોલો કરી શકો છો. તેનાથી બેટરીની હેલ્થ સારી રહે છે. આ નિયમ પ્રમાણે તમારે ફોનને 80 ટકાથી વધુ ચાર્જ ન કરવો જોઈએ અને ન ચાર્જિંગ 20 ટકાથી નીચે જવા દેવું જોઈએ. એટલે કે ફોનનું ચાર્જિંગ હંમેશા 20% થી 80% વચ્ચે રહેવું જોઈએ.
શું આ નિયમ ખરેખર કામ કરે છે?
આ સવાલ ઘણા લોકોના મનમાં આવે છે કે શું આ નિયમ ખરેખર કામ કરે છે? આ નિયમની પાછળ તર્ક છે કે લિથિયમ-આયન બેટરી, જે મોટા ભાગના સ્માર્ટફોનમાં ઉપયોગ થાય છે, તે વારંવાર ફુલ ચાર્જ થવા અને ડિસ્ચાર્જ થવાથી ખરાબ થઈ શકે છે. 80/20 નિયમ પ્રમાણે જો બેટરીને હંમેશા ફુલ ચાર્જ અને ડિસ્ચાર્જ થવાથી રોકવામાં આવે તો તેની લાઇફ વધે છે.
Trending Photos