Defence: કયા દેશ પાસે કેટલાં વિમાન અને ટેંક છે...સૌથી શક્તિશાળી દેશોમાં ભારતનો પણ છે દબદબો
વસ્તીની દ્રષ્ટીએ તો ભારત અને ચીન દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે.પરંતુ સૌથી તાકતવર દેશોમાં હજુ પણ કેટલાક દેશ ભારતથી આગળ છે.પરંતુ દુશ્મનોના દાંતા ખાટા કરવા ભારત સક્ષમ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વના તમામ દેશોની શક્તિના માપદંડ અલગ અલગ હોય છે.અહીં આપણે રૂપિયાની દ્રષ્ટીએ નહીં પણ જલ,થલ અને વાયુ શક્તિના આધારે નક્કી કરશું કે ક્યાં દેશ પાસે કેટલી તાકાત છે.કોની આર્મિ સૌથી શક્તિશાળી છે.તો ક્યા દેશ પાસે કેટલા ફાઈટલ પ્લેન અને ટેંક છે.આ દેશ સાથે ટકરાવવું સહેલું નથી. ભારત દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે.અને હવે દુનિયાના શક્તિશાળી દેશોની યાદીમાં પણ ભારત આગળ નીકળી રહ્યું છે.એટલે જ ભારતના રક્ષા બજેટમાં દર વખતે વધારો કરવામાં આવે છે.જે અન્ય દેશો કરતા વધારે છે.ભારત પાસે સૌથી વધુ આર્મિ જવાન છે.એટલે જ હવે ભારત સામે આંખ ઉઠાવીને જોવું એટલું સરળ નથી રહ્યું.
આર્મી, નેવી અને એરફોર્સ સહિતની શક્તિઓના આધારે વિશ્વના તાકાતવર દેશો નક્કી થાય છે.ત્યારે ગ્લોબલ ફાયરપાવર દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્યની યાદીમાં ભારતને ચોથું સ્થાન મળ્યું છે. જ્યારે આપણા પાડોશી દેશો આ યાદીમાં ભૂટાન સૌથી નીચે 139માં સ્થાને છે.7 લાખ 80 હજારની વસ્તીવાળા ભૂટાન પાસે એક પણ ફાઈટર પ્લેન નથી.તો આ યાદીમાં નપાળ 119માં સ્થાને આવે છે. દુનિયાના સૌથી તાકાતવર દેશની યાદી અહીં આપવામાં આવી છે.
અમેરિકા (USA)
અમેરિકા દુનિયાનો સૌથી તાકાતવર દેશ છે.એટલે જ અમેરિકાને જગત જમાદાર કહેવાય છે.અમેરિકાની કુલ વસ્તી 32 કરોડ 66 લાખ 25 હજાર 791 છે.જેની સામે અમેરિકા પાસે 13 હજાર 223 સૈન્ય વિમાન છે.અને ટેન્ક 6 હજાર 100 છે.જ્યારે તેનું રક્ષા બજેટ 740 બિલિયન ડોલર છે.
ચીન (China)
સૌથી વધુ વસ્તી ધરાવતું ચાઈના દુનિયાનું ત્રીજુ સૌથી તાકાતવર દેશ છે.ચાઈનાની કુલ વસ્તી 139 કરોડ 40 લાખ 15 હજાર 977થી વધુ છે.ચાઈના પાસે 3 હજાર 260 સૈન્ય વિમાન અને 7 હજાર 716 ટેંક છે.જેનું રક્ષા બજેટ 178 બિલિયન ડોલર છે.
ઈંગ્લેન્ડ (England)
યુનાઈટેડ કિંગડમની વસ્તી 6 કરોડ 57 લાખ 61 હજારથી વધુ છે.ઈંગ્લેન્ડ પાસે 738 સૈન્ય વિમાન અને 109 જેટલી ટેંક છે.ઈંગ્લેન્ડ પોતાના રક્ષા બજેટ માટે 56 બિલિયન ફાળવે છે.એટલે ઈંગ્લેન્ડ દુનિયાના સૌથી તાકાતવર દેશની લીસ્ટમાં આઠમાં નંબર પર છે.
ફ્રાંસ (France)
ફ્રાંસની વસ્તી 6 કરોડ 78 લાખ 48 હજારથી વધુ છે.જેમાં ફ્રાસની પાસે સૈન્ય વિમાનની સંખ્યા 1 હજાર 57થી વધુ છે.તો 406 જેટલી ફ્રાંસ પાસે ટેંક છે.રક્ષા બજેટ માટે ફ્રાંસ 47 બિલિયન ડોલર ફાળવે છે.
ભારત (India)
વસ્તીની સંખ્યામાં એશિયાનું બીજા નંબરનું અને તાકાતની દ્રષ્ટીએ વિશ્વનું ચૌથા નંબરનું દેશ ભારત છે.ભારત પાસે 2,119 સૈન્ય વિમાન છે.જ્યારે 4 હજાર 370 ટેંક પણ છે.ભારતનું ડિફેન્સ બજેટ 4,78,195.62 લાખ કરોડ રૂપિયાનું છે.2021માં સતત 7માં વર્ષમાં પણ ડિફેન્સ બજેટ વધારો કરાયો છે.અગાઉ 2020માં રક્ષા બજેટ 4,71 લાખ કરોડ રૂપિયા હતું.
જાપાન (Japan)
જાપાનની જનસંખ્યા 12 કરોડ 55 લાખ 7 હજારથી વધારે છે.જાપાન પાસે 1480 સૈન્ય વિમાન અને 1,004 ટેંક છે.જાપાનનું રક્ષા બજેટ 51 બિલિયન ડોલરનું છે.જેથી જાપાન વિશ્વનું 5મા નંબરનું તાકાતવર દેશ છે.
પાકિસ્તાન (Pakistan) જાપાન ઉપરાંત દેવાળિયા પાકિસ્તાનની વસ્તી 22 કરોડ 35 લાખથી વધુની છે.નાપાક પાકિસ્તાન પાસે 1364 સૈન્ય વિમાન અને 2680 ટેંક છે.રક્ષા બજેટ પાછળ પાકિસ્તાન 12 બિલિયન જેટલો ખર્ચ કરે છે.જેથી પાકિસ્તાની વિશ્વની યાદીમાં 10 નંબર પર આવે છે.
રશિયા (Rassia)
સૌથી તાકાતવર દેશની યાદીમાં બીજા નંબર પર આવે છે રશિયા.રશિયાની કુલ વસ્તી 14 કરોડ 17 લાખ 22 હજાર 205 છે.જ્યારે રશિયા પાસે 4 હજાર 144 સૈન્ય વિમાન છે.જ્યારે રશિયા પાસે 13 હજાર ટેંક છે.અને રશિયાનું રક્ષા બજેટ 46 બિલિયન ડોલર છે.
સાઉથ કોરિયા (South Korea)
ઉત્તર અને સાઉથ કોરિયાના જંગ વિશ્વે તો આખુ વિશ્વ જાણે છે.સાઉથ કોરિયાની જનસંખ્યા 5 કરોડ 18 લાખ 35 હજાર 110થી વધુ છે.સાઉથ કોરિયા પાસે 1581 સૈન્ય વિમાન છે જ્યારે 2600 જેટલી ટેંક છે.સાઉથ કોરિયાનું રક્ષાબજેટ 48 બિલિયન ડોલર છે.
બ્રાઝીલ (Brazil) સાઉથ કોરિયા ઉપરાંત બ્રાઝીલની કુલ વસ્તી 21 કરોડ 17 લાખ 15 હજારથી વધુ છે.બ્રાઝીલ પાસે 676 સૈન્ય વિમાન અને 439 ટેંકનું બળ છે.રક્ષા બજેટ માટે બ્રાઝીલ 29 બિલિયન ડોલરનો ખર્ચ કરે છે.જેથી બ્રાઝીલ દુનિયાનું 9મું તાકાતવર દેશ છે.
Trending Photos