આવી ગઈ અંબાલાલની નવી આગાહી! 26 જાન્યુઆરી બાદ ગુજરાતના વાતાવરણમાં આવશે ટ્વિસ્ટ

Ambalal Patel Gujarat Weather: ગુજરાતમાં હાલ ઠંડીનું પ્રમાણ એકદમ નહીંવત જોવા મળી રહ્યું છે. પરંતુ ફરી એકવાર ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી ગઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 4 દિવસ પછી ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.
 

1/8
image

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. 24 તારીખ સુધી થોડી ગરમી પડશે. 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે. 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12થી 17 ડિગ્રી તાપમાન રહેશે.   

2/8
image

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 

3/8
image

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, '24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે. 27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને રાજ્યના કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ઠંડીમાં રાહત અનુભવાઈ છે. હજુ ત્રણ દિવસ ઠંડીમાં કોઈ વધારો નહિ થાય. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે. આ સાથે જ જાન્યુઆરીમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બદલાવાનું છે. કારણ કે જાન્યુઆરીમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. 

4/8
image

જાન્યુઆરી મહિનો એવો છે જ્યારે દેશભરમાં ઠંડી ટોચ પર હોય છે. આ વખતે પણ સ્થિતિ એવી જ છે. જાન્યુઆરી મહિનો અનેક રીતે લોકોના જીવનને પ્રભાવિત કરી રહ્યો છે. આ સમયે માત્ર રાજધાની દિલ્હીમાં જ નહીં પરંતુ કાશ્મીરની ઘાટીઓથી લઈને રાજસ્થાનના રણ અને ઝારખંડના જંગલોમાં પણ શિયાળાની અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન તડકો હોવા છતાં સવાર અને રાત્રીના ઠંડા પવનો લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટવાની ફરજ પાડી રહ્યા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડીનો કહેર હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેવાનો છે. જો કે દેશના કેટલાક ભાગોમાં તડકાના કારણે લોકોને રાહત મળી છે.

5/8
image

જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે. 

6/8
image

હાલમાં શિયાળો દેશભરના દરેક વિસ્તારને તેના અલગ-અલગ સ્વરૂપમાં અસર કરી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન ધીમી પડી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી કરી છે, જેના કારણે ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા અને ગરમ કપડા પહેરીને પોતાની સુરક્ષા કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

7/8
image

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 21 થી 23 જાન્યુઆરી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 21 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.     

બીજી તરફ ઉત્તરાખંડમાં બદલાતા હવામાન વચ્ચે ઠંડીનો અહેસાસ

8/8
image

ઉત્તરાખંડમાં દિવસ દરમિયાન સૂર્ય ચોક્કસપણે ચમકતો હોય છે, પરંતુ સવારે અને રાત્રે ઠંડી લોકોને પરેશાન કરતી રહે છે. ગઢવાલ અને કુમાઉના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડીનું મોજું ફાટી નીકળ્યું છે. જ્યારે, મેદાનોમાં ધુમ્મસ સવારમાં મુસાફરીને પડકારરૂપ બનાવે છે. આ સિવાય રાજસ્થાનના સિરોહીમાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી નોંધાયું હતું. ઠંડા પવનો વચ્ચે જયપુરમાં હવામાન શુષ્ક રહે છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભોપાલ અને ગ્વાલિયર જેવા શહેરોમાં રાત્રિના તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો થયો છે.  

Gujarat Weather Newsimd forecast for Gujarat weatherFall in minimum temperatureગુજરાત હવામાન આગાહીગુજરાત હવામાનઠંડી વધશેપરેશ ગોસ્વામીગુજરાતના સમાચારgujarat newsGujarat current affairsગુજરાતના આજના સમાચારગુજરાતના અત્યારના સમાચારહવામાનના સમાચારઉત્તરાયણહવામાનની આગાહીGujarat WeatherWeather NewsUttarayanWeather Forecastgujarat newsGujarati Newsગુજરાતી ન્યૂઝગુજરાત સમાચારgujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીpredictionGujarat Monsoon ForecastગુજરાતgujaratRainfall NewsAmbalal Patel forecastWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીIMDIndia Meteorological Departmentવરસાદની આગાહીહવામાન વિભાગની આગાહીAmbalal PatelMonsoon UpdateParesh Goswami forecastપરેશ ગોસ્વામીની આગાહીવાવાઝોડું આવી રહ્યું છેવાવાઝોડુંCyclone AlertCyclonic Circulationસાયક્લોનિક સરક્યુલેશનવાવાઝોડું ત્રાટકશેColdwaveWinterકાતિલ ઠંડીઠંડીની આગા