Healthy Foods: દિલને મજબૂત રાખે છે આ 5 Food, હાર્ટ એટેક આવવાનું ઘટાડે છે જોખમ
Healthy Foods: હૃદય આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. હૃદય આખા શરીરમાં લોહી પંપ કરી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે. તેથી હૃદયના સ્વાસ્થ્યની ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં. જો હૃદયને હેલ્ધી રાખવું હોય તો તેના માટે આ વસ્તુઓનું સેવન કરવાનું રાખવું જોઈએ.
ફળ અને શાકભાજી
ફળ અને શાકભાજી વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને એન્ટી ઑકિસડન્ટથી ભરપૂર હોય છે. આ તમામ તત્વો હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફળો અને શાકભાજીમાં રહેલું ફાઇબર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછા 5 ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.
આખા અનાજ
આખા અનાજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. ફાઈબર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આખા અનાજમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ આખા અનાજનું સેવન કરવું જોઈએ.
નટ્સ અને બીજ
બદામ અને અન્ય બીજ ઓમેગા-3, ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ તમામ તત્વો હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને અખરોટ બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
ફિશ
માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.
દહીં
દહીમાં પ્રોટીન, કેલ્શિયમ અને પ્રોબાયોટીક્સ ભરપૂર માત્રામાં હોય છે. પ્રોટીન સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ કરે છે. કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત રાખવામાં મદદ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ એક વાટકી દહીંનું સેવન કરવું જોઈએ.
Trending Photos