Photos: સદીના અંત સુધીમાં પાણીમાં ગરકાવ થઈ શકે છે આ 7 સુંદર શહેર, એક તો ગુજરાતીઓને ખુબ જ ગમતું શહેર
દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે જેના વિશે એવું કહેવાય છે કે આ જગ્યાઓ 21મી સદીના અંત સુધીમાં જળ પ્રલયથી પ્રભાવિત થઈ શકે છે. જેમાં એવા એવા શહેરો છે જે પ્રવાસનની દ્રષ્ટિએ લોકપ્રિય છે. આ શહેરોની સમુદ્રમાં ગરકાવ થઈ જવાની શક્યતાઓ આવનારા સમયમાં વધી ચૂકી છે.
દુનિયા ક્યારે અને કેવી રીતે અંત આવશે તે સવાલ અને ભવિષ્યવાણીઓ તો આપણે ઘણીવાર જોઈ છે. કોઈ કહે છે કે ચારેબાજુ મહામારી ફેલાશે,તો કોઈ કહે છે કે ધીરે ધીરે એટલો અધર્મ ફેલાશે કે વિશ્વની દરેક ચીજનો નાશ થતો જશે. પરંતુ એક ચીજ એવી છે જેનો ડર અત્યારથી સતાવા લાગ્યો છે. અહીં વાત થઈ રહી છે એવા સમુદ્રી વિસ્તારો વિશે જે જળવાયુ પરિવર્તનથી ઘણી જોખમભરી થઈ ચૂકી છે અને આ સાથે જ સમુદ્રનું વધતું સ્તર પણ વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બની ચૂક્યો છે. એવું કહેવાય છે કે 21મી સદીના અંત સુધીમાં દુનિયાના અનેક શહેર જળ પ્રલયના કારણે ડૂબી જશે. આ શહેરો વિશે જાણો.
માલદીવ
માલદીવ હનીમૂન કપલ્સથી લઈને સેલિબ્રિટીઓ સુધીના લોકોને મનમગતું સ્થળ છે. આ જગ્યા વિશે કહેવાય છે કે તે 21મી સદી પહેલા ડૂબી જશે. એટલે કે તેનો અર્થ એ થયો કે આ દેશ પાણીના વધતા સ્તરના કારણે ગરકાવ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે માલદીવ દુનિયાનો સૌથી નીચલો દેશ છે. જેની સરેરાશ ભૂમિ ઊંચાઈ લગભગ 1.5 મીટર છે. વધતા જળસ્તરથી તેના 1200 ટાપુ ડૂબી શકે છે.
વેનિસ, ઈટાલી
વેનિસ જે ફ્લોટિંગ સિટી તરીકે પણ ઓળખાય છે. તેના વિશે એવું કહેવાય છે કે જમીન ધસવાથી અને વધતા સમુદ્ર સ્તરના કારણે 21મી સદી પહેલા તેનું અસ્તિત્વ ખતમ થઈ જશે. ઝડપથી વધતા હાઈ ટાઈડ્સ, ક્ષેત્ર પ્રસિદ્ધ નહેરો, ઐતિહાસિક ઈમારતો અને સાંસ્કૃતિક વારસો જોખમાઈ શકે છે.
ન્યૂ ઓરલીન્સ, અમેરિકા
ન્યૂ ઓરલીન્સમાં પણ તોફાની લહેરો આવતી રહે છે અને વધતા સમુદ્ર સ્તરન હાઈ રિસ્કના કારણે તે જગ્યા પણ આવનારા સમયમાં ધીરે ધીરે જળ પ્રલયનો સામનો કરી શકે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે 2100 સુધીમાં શહેરનો એક મોટો હિસ્સો સમુદ્રમાં ગરકાવ થઈ શકે છે.
બેંગકોક, થાઈલેન્ડ
બેંગકોકમાં ઝડપથી શહેરોનો વિકાસ થવાના કારણે અનેક જળવાયુ પરિવર્તન જોવા મળી રહ્યા છે. ધીરે ધીરે આ જગ્યા પણ પાણીમાં ડૂબી શકે છે. એવું કહેવાય છે કે આ બધા કારણો શહેરમાં પુર પ્રત્યે સંવેદનશીલતાને વધારી શકે છે અને અંદાજો છે કે સદીના અંત સુધીમાં તેનો એક મોટો હિસ્સો સમુદ્રમાં ડૂબી શકે છે.
તુવાલુ
તુવાલુ એ પ્રશાંત મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ દેશ છે. આ જગ્યાએ પણ સમુદ્રનું સ્તર વધતું જોવા મળી રહ્યું છે અને જળવાયુ પરિવર્તનના કારણે ગંભીર પડકારો જોવા મળી શકે છે. અત્રે જણાવવાનું કે તુવાલુ સમુદ્રની સપાટીથી ફક્ત 4.5 મીટર ઉપર છે અને તેની જનસંખ્યા લગભગ 12000 છે. તુવાલુ દુનિયાના સૌથી વધુ જોખમવાળા દેશોમાથી એક છે.
ઢાકા, બાંગ્લાદેશ
ભારતનું પડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશનું ઢાકા શહેર પણ સમુદ્ર સ્તરમાં વધારથી ખરાબ રીતે પ્રભાવિત છે. જેના કારણે લાખો લોકોના જીવ જોખમમાં છે. અત્રે જણાવવાનું કે અહીં આવનારું સતત પુર અને ખેતીની જમીનમાં જમા થતા ખારા પાણીને કારણે ત્યાંની વસ્તીનો મોટો ભાગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે.
સેશેલ્સ
સેશેલ્સના સુંદર ટાપુઓ જે પોતાની જૈવિક વિવિધતા અને સુંદર સમુદ્ર કાંઠાઓ માટે પ્રસિદ્ધ છે તે ડુબવાની કગારે છે. વધતા સમુદ્ર સ્તર ટાપુઓના પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને સ્થાનિક લોકોની લાઈફસ્ટાઈલ પણ જોખમમાં છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos