ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ, કાતિલ ઠંડી વચ્ચે ત્રાટકેલા વાવાઝોડાથી થશે આ અસર

Ambalal Patel Prediction : આખા દેશ સાથે ગુજરાતનું વાતાવરણ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી છે. ત્યારે ગુજરાતના અનેક શહેરો ઠુઠવાયા છે. ગુજરાતમાં 13 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. 
 

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ

1/4
image

દેશના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે.ભારતીય હવામાન વિભાગે આ અંગે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે 26 નવેમ્બરે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે ૪૫-૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપથી વધીને પવનની ગતિ ૬૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શકયતા છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, અને ૫શ્ચિમ મધ્ય બંગાળની ખાડીથી જોડાયેલા તમિલનાડું, પોંડીચેરી અને દ. આધ્રપ્રદેશના દરિયાઈ કાંઠા પર ૨૬ નવેમ્બરે પવનની ગતિ ૫૦ થી 90 કિલોમીટર પ્રતિકલાકથી વધીને ૭૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ૨૭ અને ૨૮ નવેમ્બરે આ ક્ષેત્રમાં પવનની સ્પીડ ૭૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 

ક્યાં ક્યાં વરસાદી શક્યતા 

2/4
image

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણા સ્થળોએ આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. વાવાઝોડાની અસરે પગલે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઠંડી પડી રહી છે. આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. દેશના ૧૪ રાજયોમાં માવઠાના સંકેત છે. ભયંકર ઠંડીની પણ આગાહી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ, ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ છવાશે. બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાશે. નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુરથી લઇ હિમાચલ પ્રદેશમાં વરસાદ પડશે. દિલ્હી, રાજસ્થાન, બિહારમાં ઠંડીનો પારો ગગડશે. 

અંબાલાલ પટેલની શું છે આગાહી

3/4
image

અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. 

પરેશ ગોસ્વામીની આગાહી

4/4
image

પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું કે, દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયો છે. 25થી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળે તેવી સંભાવના છે. પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે. સૂકા ભૂરના પવન માટે હજુ 10 દિવસ રાહ જોવી પડશે. પવનની સ્પિડ નોર્મલ હતી તેમા સામાન્ય વધારો જોવા મળશે. દિવસે ગરમી-ઉકળાટથી રાહત મળશે. દિવસમાં ઠંડી જોઇએ તેવી અનુભવાશે નહીં. ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ સંભાવના નથી. તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી સંભાવના નથી.