1 શેર પર 5 મફત શેર આપી રહી છે આ ગુજરાતી કંપની, રેકોર્ડ ડેટ 20 ફેબ્રુઆરી પહેલા, સ્ટોકની કિંમત છે 15 રૂપિયાથી ઓછી
Free Share: બોનસ શેર ઓફર કરતી કંપનીઓ પર રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. આ ગુજરાતી કંપનીએ દરેક 1 શેર માટે 5 શેર બોનસ તરીકે આપવાનું નક્કી કર્યું છે. આ દિવસે જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને દરેક શેર પર બોનસ તરીકે 5 શેર આપવામાં આવશે.
Free Share: બોનસ શેર ઓફર કરતી કંપનીઓ પર રોકાણ કરનારા રોકાણકારો માટે આ કંપની તરફથી સારા સમાચાર મળી રહ્યા છે. આ ગુજરાતી કંપનીએ દરેક 1 શેર માટે 5 શેર બોનસ તરીકે આપવાનું નક્કી કર્યું છે. હવે કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. જે આ મહિને છે. તમને જણાવી દઈએ કે, કંપનીના શેરની કિંમત 15 રૂપિયાથી ઓછી છે.
એક્સચેન્જને આપેલી માહિતીમાં, ગુજરાત ટૂલરૂમ લિમિટેડે જણાવ્યું છે કે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા એક શેર પર, પાત્ર રોકાણકારોને 5 શેર બોનસ તરીકે આપવામાં આવશે. કંપનીએ આ બોનસ શેર માટે 18 ફેબ્રુઆરી મંગળવારના રોજ રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે, આ દિવસે જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને દરેક શેર પર બોનસ તરીકે 5 શેર આપવામાં આવશે.
આજે BSEમાં કંપનીના શેરમાં લગભગ 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. શેર 11.20 રૂપિયાના સ્તરે ખૂલ્યો હતો. થોડા સમય બાદ બીએસઈમાં કંપનીના શેરની કિંમત 4.85 ટકાના વધારા સાથે 11.35 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે, BSEમાં કંપનીનું 52 સપ્તાહનું હાઈ લેવલ 45.97 રૂપિયા છે અને 52 સપ્તાહનું લો લેવલ 10.18 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 261.31 કરોડ રૂપિયા છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન શેરબજારમાં કંપનીની કામગીરી નબળી રહી છે. આ સમયગાળા દરમિયાન શેરના ભાવમાં 69.44 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 6.99 ટકાનો વધારો થયો છે. છેલ્લા 3 વર્ષથી કંપનીના શેર ધરાવતા રોકાણકારોને અત્યાર સુધીમાં 891 ટકાનો ફાયદો થયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 31 ટકાનો વધારો થયો છે.
એક્સચેન્જ ડેટા અનુસાર, કંપનીના શેર 2023 માં વિભાજિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીના શેરને 10 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. આ શેરના વિભાજન પછી, કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને શેર દીઠ 1 રૂપિયા થઈ ગઈ છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos