Increase Height: ઉંમર પ્રમાણે બાળકની હાઈટ વધતી ન હોય તો રોજ કરાવો આ 5 યોગાસન, વધવા લાગશે ઊંચાઈ

Yoga Asanas to Increase Height: ઉંમર પ્રમાણે જો બાળકની લંબાઈ વધે નહીં તો માતા પિતાની ચિંતા જરૂરથી વધી જાય છે. જો તમારા બાળકની હાઈટ પણ ઉંમર પ્રમાણે વધતી ન હોય તો આજે તમને કેટલાક એવા યોગ આસન વિશે જણાવીએ જેના નિયમિત કરવાથી બાળકની હાઈટ કુદરતી રીતે વધવા લાગે છે.
 

તાડાસન

1/6
image

સૌથી પહેલા સીધા ઊભા રહો અને બંને હાથના પંજાને જોડી છાતીની સામેથી ઉપર લઈ આવો. ત્યારબાદ ઊંડો શ્વાસ લઈ કરોડરજ્જુને સીધી રાખી 10-20 સેકન્ડ આ સ્થિતિમાં રહો પછી ધીરે ધીરે શ્વાસ છોડો અને નોર્મલ સ્થિતિમાં આવો.

શીર્ષાસન

2/6
image

દંડાસનમાં બેસવું અને માથાને જમી પર રાખો. ત્યારબાદ કોણને વાળી અને માથાને સપોર્ટ આપો. પગને ધીરેધીરે ઉપર લઈ જવા અને સીધા કરવા. આ સમયે સંતુલન જાળવવું જરૂરી છે. થોડી સેકન્ડ માટે આમ રહી ધીરે ધીરે પગ નીચે લાવો.

ભુજંગાસન

3/6
image

જમીન પર ઊંધા સુઈ જવું અને માથાને જમીન પર રાખો. હથેળીને જમીન પર રાખો અને શરીરના ઉપરના ભાગને ઉપરની તરફ ઊંચો કરો. થોડી સેકન્ડ આ અવસ્થામાં રહી ધીરેધીરે શ્વાસ છોડી અને જમીન પર સુઈ જવું.

તિતલી આસન

4/6
image

જમીન પર બેસી બંને પગના તળીયાને એકબીજાની સાથે જોડો. ત્યારબાદ પગના અંગુઠાને પકડો અને ઘુંટણને જમીન તરફ લઈ જાવા અને ફરી ઉપર લઈ આવો. પંખાની જેમ પગને હલાવવા. 

ત્રિકોણાસન

5/6
image

સીધા ઊભા રહો અને પછી પગને એકબીજાથી દુર કરી ઊભા રહો. ત્યારબાદ જમણા પગને 90 ડિગ્રી અને ડાબા પગને 45 ડિગ્રી પર વાળો. ત્યારબાદ હાથ ખોલી અને જમણા હાથને જમણા પગ પાસે નીચે લઈ જાવો. એક તરફ આ પ્રક્રિયા કર્યા પછી બીજી તરફ પણ કરો.

6/6
image