PM મોદીએ જે ટોપ ગેમર્સ સાથે કરી મુલાકાત, કોણ છે તે; કેટલા છે તેમના સબ્સક્રાઇબર
દેશમાં ચૂંટણીનો માહોલ છે અને આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક ઓનલાઇન ગેમર્સ સાથે મુલાકાત કરી. આ ગેમર્સને ઘરે બોલાવીને પીએમએ તેમની સાથે ઓનલાઇન ગેમ રમી છે. પીએમએ જે ટોપ ગેમર્સ સાથે મુલાકાત કરી, તે કોણ છે અને કેટલા ફેમસ છે, આવો જાણીએ તેમના વિશે....
7 ટોપ ગેમર્સ
પીએમ મોદીએ જે 7 ટોપ ગેમર્સ સાથે મુલાકાત કરી, તે કોઇ સામાન્ય ગેમર્સ નથી. આ ગેમર્સ લાખો-કરોડો સબ્સક્રાઇબર્સ અને ફોલોવર્સ છે. અહીં જાણીએ તે ગેમર્સ વિશે...
સોશિયલ મીડિયાનું કેટલું મહત્વ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે. તેમની તરફથી દેશના ટોપ ગેમર્સને સ્પેશિયલ અટેંશન આપવા અને તેમની સાથે ઓનલાઇન ગેમ રમવાની ચર્ચા દેશભરમાં ચર્ચા છે.
આજના સમયમાં ટેક્નોલોજી છે. આ નવા જમાનામાં સોશિયલ મીડિયાના દમ પર મોટા મોટા કામ કરી શકાય છે. ખાસકરીને ગત એક દાયકા દરમિયાન સોશિયલ મીડિયા સૌથી દમદાર માધ્યમ બનીને સામે આવ્યું છે.
સોશિયલ મીડિયાનું મહત્વ
તાજેતરમાં જ ભારત મંડપમાં દેશના તમામ સોશિયલ મીડિયા ક્રિએટર્સને બોલાવવામાં આવ્યા હતા. તેમાં ટોપ 20 ક્રિએટર્સને પીએમ મોદીએ પોતાના હાથે એવોર્ડ પણ આપ્યો હતો. તો બીજી તરફ દેશના ટોપ 7 ઓનલાઇન ગેમર્સને ઘરે ઇન્વાઇટ કરવામાં આવ્યા.
તાજેતરમાં જ પીએમ મોદી દેશના ટોપ સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર્સને મળ્યા હતા અને તેમાંથી 20 કન્ટેન્ટ ક્રિએટર્સને સન્માનિત પણ કર્યા હતા. પીએમએ જે ટોપ ગેમર્સ સાથે મુલાકાત કરી, તે કોણ છે અને કેટલા ફેમસ છે, આવો જાણીએ તેમના વિશે...
આ ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
નમન માથુર- ઈન્સ્ટાગ્રામ પર નમનના 53 લાખ ફોલોઅર્સ છે. તો બીજી તરફ યુટ્યુબ (YouTube) પર 70 લાખ સબસ્ક્રાઇબર્સ છે.
અનિમેષ અગ્રવાલ - અનિમેષના યુટ્યુબ (YouTube) પર 10.5 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 83.7 લાખ ફોલોઅર્સ છે.
મિથિલેશ પાટણકર - મિથિલેશ ઇન્ટેલ ગેમિંગ ( Intel Gaming) નો બ્રાન્ડ એમ્બેસેડર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 34 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ (YouTube) પર 1.46 કરોડ સબસ્ક્રાઈબર્સ છે.
પાયલ ઘારે - પીએમને મળવાના ખેલાડીઓમાં પાયલ એકમાત્ર મહિલા છે. પાયલના ઈન્સ્ટાગ્રામ પર 31 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ (YouTube) પર 36.9 લાખ સબસ્ક્રાઈબર્સ છે.
આ ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
ગણેશ ગંગાધર - ગણેશ ગંગાધરના ઇન્સ્ટાગ્રામ પર 57.5 હજાર ફોલોઅર્સ અને યુટ્યુબ (YouTube) પર 158 હજાર સબસ્ક્રાઇબર્સ છે.
અંશુ બિષ્ટ - અંશુ બિષ્ટ ઈન્સ્ટાગ્રામ પર અંશુના ફોલોઅર્સની સંખ્યા 17 લાખ છે. તો બીજી તરફ યુટ્યુબ (YouTube) પર તેના 38.1 લાખ સબસ્ક્રાઇબર્સ છે.
તીર્થ મહેતા- તીર્થ મહેતાનું નામ પણ આ યાદીમાં છે. જોકે, તીર્થ અન્ય ગેમર્સની જેમ ઈન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ નથી. તેમણે ફક્ત બે પોસ્ટ મુકી છે અને તે પણ પીએમ મોદી સાથે મુલાકાત વાળી.
પીએમ મોદી રમ્યા ઓનલાઇન ગેમ્સ
પીએમએ દેશના ટોપ ગેમ ક્રિએટર્સ સાથે એક ખાસ મુલાકાત કરી. આ દરમિયાન પીએમ ના ફક્ત ઓનલાઇન ગેમિંગ કરી આ સાથે જ ગેમિંગ વિશે ઝીણવટપૂર્વક વાત કરી, આ ઉપરાંત વીઆર હેડસેટ પહેરીને ઘણી ગેમ પણ રમી.
Trending Photos