શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ગુજરાતના પાડોશમાં આવેલી આ 5 જગ્યા, ઓછા ખર્ચે થઈ જશે યાદગાર ટ્રિપ

ગુજરાતના પોડાશમાં આવેલા રાજસ્થાનમાં ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. ગુજરાતના લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે પહોંચે છે. તેવામાં રાજસ્થાનમાં હનીમૂન માટે પણ અનેક સુંદર જગ્યાઓ આવેલી છે. જો તમે શિયાળામાં હનીમૂન ટ્રિપ પ્લાન કરી રહ્યાં હોવ તો આ જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.
 

ભરતપુર

1/5
image

ભરતપુર વિન્ટરમાં હનીમૂન માટે એક બેસ્ટ જગ્યા છે. અહીં ફરવા માટે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો ટાઈમ બેસ્ટ હોય છે. અહીં તમે ભરતપુર પેલેસ અને સંગ્રહાલય, લક્ષ્મી મંદિર, લોહાગઢ કિલો, ડીગ જેવી જગ્યા ફરી શકો છો.

જોધપુર

2/5
image

જોધપુર વિન્ટરમાં હનીમૂન માટે એક શાનદાર રોમેન્ટિક ડેસ્ટિનેશન છે. અહીં નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી વચ્ચે ઘણા દેશી અને વિદેશી કપલ્સ આવે છે. અહીં તમે પાર્ટનર સાથે મેહરાનગઢ કિલો, ઉમ્મેદ ભવન પેલેસ, ખેજડલા કિલો, મંડોર ગાર્ડન, બાલસમંદ તળાવ, મોતી મહેલ અને રાયનો બાગ ફરી શકો છો.

માઉન્ટ આબુ

3/5
image

રાજસ્થાનનું માઉન્ટ આબુ હનીમૂન માટે એક સારી જગ્યા છે, જે એક હીલ સ્ટેશન છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં કપલ્સ ફરવા આવે છે. અહીંનું હવામાન સૌથી સારૂ હોય છે.

ઉદયપુર

4/5
image

ઉદયપુર રોમાન્સ માટે સારી જગ્યા છે. અહીં તમે ફતેહ સાગર તળાવ, પિચોલી તળાવ, દૂધ તલાઈ તળાવ, ગોવર્ધન સાગર, સ્વરૂપ સાગર તળાવ, કુમારી તાલાબ અને રંગસાગર તળાવ જેવી કેટલીક ખાસ ક્ષણો વિતાવી શકો છો.  

જૈસલમેર

5/5
image

હનીમૂન માટે જૈસલમેર એક સારો વિકલ્પ છે. આ જિલ્લાને કિલા અને હવેલીઓનું શહેર કહેવામાં આવે છે. તમે જૈસલમેરમાં કિલો, સલીમ સિંહની હવેલી, સેમ સેન્ડ ડ્યૂન્સ, ડેઝર્ટ નેશનલ પાર્ક, ગદિસર લેક, ગાડી સાગર તળાવ સહિત અન્ય જગ્યાઓએ ફરી શકો છો.