આ તારીખથી ગુજરાતમાં ઠંડી ભુક્કા કાઢી નાંખશે! જાણો અંબાલાલ પટેલની આ ભયાનક આગાહી

Ambalal Patel Prediction: ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તાપમાનમાં દિવસે પણ ઘટાડો નોંધાય રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં વહેલી સવારે ભારે ઠંડી લોકોએ અનુભવી હતી. 
 

1/9
image

Ambalal Patel Prediction: ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની પણ શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે તેમની અસર ગુજરાતના શહેરોમાં જોવા મળશે ગુજરાતના લગભગ શહેરોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે  હવે હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી સામે આવે છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ઠંડીનું હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટે મહત્વની આગાહી કરી છે.

2/9
image

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. 

3/9
image

આખા દેશ સાથે ગુજરાતનું વાતાવરણ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી છે. ત્યારે ગુજરાતના અનેક શહેરો ઠુઠવાયા છે. ગુજરાતમાં 13 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.

4/9
image

દેશના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે.ભારતીય હવામાન વિભાગે આ અંગે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે 26 નવેમ્બરે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે ૪૫-૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપથી વધીને પવનની ગતિ ૬૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શકયતા છે.

5/9
image

દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, અને ૫શ્ચિમ મધ્ય બંગાળની ખાડીથી જોડાયેલા તમિલનાડું, પોંડીચેરી અને દ. આધ્રપ્રદેશના દરિયાઈ કાંઠા પર ૨૬ નવેમ્બરે પવનની ગતિ ૫૦ થી 90 કિલોમીટર પ્રતિકલાકથી વધીને ૭૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ૨૭ અને ૨૮ નવેમ્બરે આ ક્ષેત્રમાં પવનની સ્પીડ ૭૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 

6/9
image

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણા સ્થળોએ આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. વાવાઝોડાની અસરે પગલે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઠંડી પડી રહી છે. આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.

7/9
image

દેશના ૧૪ રાજયોમાં માવઠાના સંકેત છે. ભયંકર ઠંડીની પણ આગાહી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ, ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ છવાશે. બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાશે. નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુરથી લઇ હિમાચલ પ્રદેશમાં વરસાદ પડશે. દિલ્હી, રાજસ્થાન, બિહારમાં ઠંડીનો પારો ગગડશે

8/9
image

પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું કે, દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયો છે. 25થી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળે તેવી સંભાવના છે. પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે. 

9/9
image

સૂકા ભૂરના પવન માટે હજુ 10 દિવસ રાહ જોવી પડશે. પવનની સ્પિડ નોર્મલ હતી તેમા સામાન્ય વધારો જોવા મળશે. દિવસે ગરમી-ઉકળાટથી રાહત મળશે. દિવસમાં ઠંડી જોઇએ તેવી અનુભવાશે નહીં. ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ સંભાવના નથી. તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી સંભાવના નથી.