એક માજીએ આવીને ખજૂરભાઈને કહ્યું, મારા 9 ગાંડાને તમારી મદદની જરૂર છે

Viral News જયેશ ભોજાણી/ગોંડલ : માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાનો પર્યાય એટલે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની. તેઓની અનેક સેવાકીય પ્રવૃત્તિ અને લોકોની મદદે આવતી હોય છે તેવા અનેક ઉદાહરણો જોયા છે. વાવાઝોડામાં કે કોરોનાની આફતમાં પણ તેમની સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ સરાહનીય રહી છે. આ ઉપરાંત એક વખત તેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી. જ્યારે નીતિન જાનીની સેવા પ્રવૃત્તિની ઝલક વધુ એકવાર જોવા મળી. વડોદરા પંથકના બે બાળકોને તેઓ મળવા માટે ગયા હતા અને ત્યારે ખજૂરભાઈને પણ યાદ કર્યા હતા. ત્યારે ગોંડલના દિવ્યાંગ ગરીબ પરિવાર માટે હાલ ખજૂરભાઈ ઘર બનાવી રહ્યાં છે. 
 

1/7
image

બન્યુ એમ હતું કે, ગોંડલ શહેરમાં 9 મનોદિવ્યાંગ છોકરાની વ્હારે નીતિન જાની પહોંચ્યા છે. મનોદિવ્યાંગ બાળકોને તેમના માતા પિતા બાંધીને રાખે છે. કારણ કે, ઘરની પાછળના ભાગે રેલવે લાઇન અને આગળના ભાગમાં હાઇવે હોવાથી માતા પિતા પણ દિવ્યાંગ બાળકોને બાંધી રાખવા મજબૂર બન્યા છે. ગોંડલમાં એક કાર્યક્રમમાં નીતિન જાની પહોંચ્યા હતા, જ્યાં એક માજીએ તેમને કહ્યુ હતું કે, મારા 9 ગાંડાને તમારી મદદની જરૂર છે. બસ આટલુ સાંભળીને ખજૂરભાઈ મદદે દોડી આવ્યા હતા. 

2/7
image

ગોંડલના એક મનો દિવ્યાંગ પરિવાર રહે છે. તેમની જાણ નીતિન જાનીને થઈ હતી. જેથી તેઓ પરિવારની મદદ માટે ગોંડલ આવી પહોંચ્યા હતા. સાથે સાથે ગોંડલ નગરજનોને પણ આ સતકાર્યમાં જોડાવા અપીલ કરી હતી.

3/7
image

નીતિન જાનીએ જણાવ્યું હતું કે, અમે આ 228 મું ઘર બનાવી રહ્યા છીએ. ગોંડલના એક અસામાન્ય અને ગરીબ પરિવાર કે જેમના માટે માથા પર ઘરનું છાપરુ હોવું ખૂબ જ જરૂરી છે. 

4/7
image

ખજૂરભાઈ દ્વારા દ્વારા મકાન બનાવા માટેની તમામ સામગ્રી પુરી પાડશે. સાથે જ તેઓ મકાન બનાવવાની કામગીરીમાં પણ જોડાયા હતા.

5/7
image

નીતિન જાનીએ વધુમાં કહ્યું કે, હું ગોંડલમાં પહેલી વાર આવ્યો છું. અહિયાં એક અસામાન્ય પરિવારની પરિસ્થિતિ જોઈ લોકોને પણ વિનંતી કરું છું કે આવા લોકોના મદદ આવે. અમે ત્રણ ઘર બનાવવાનાં છીએ. અમારી ગણતરી છે કે, ત્રણ રૂમ બનાવીએ, એટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરીએ છીએ અને બહારથી આપણે જાળીની વ્યવસ્થા કરીએ, જેથી કરીને એના વૃદ્ધ મા-બાપ છે એને કોઈ તકલીફ ન પડે. દસ બાર દિવસમાં ત્રણ મકાન બનાવી દઈસુ. રાત-દિવસ કામ કરીશુ.

6/7
image

7/7
image