Mahkumbh Monalisa : સ્વર્ગની અપ્સરા જેવી મહાકુંભની મોનાલિસાને જોઈ ભલભલા સંમોહિત થઈ જાય, PHOTOs
Mahkumbh Monalisa : મહાકુંભની મોનાલીસા... કથ્થઈ આંખોવાળી વાયરલ... મોનાલીસા બની ઈન્ટરનેટ સેન્સેશન... મધ્ય પ્રદેશના ઈન્દોરની રહેવાસી છે મોનાલીસા... ધઉંવર્ણો રંગ, નીલી આંખો, હાથમાં માળા... માળા વેચતી મોનાલીસાનો વીડિયો વાયરલ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે... ભોપાલની સાધ્વી હર્ષા બાદ હવે મધ્ય પ્રદેશના ઈન્દોરની એક સગીરા મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની છે... વિશાળ મહાકુંભના મેળામાં તેણે દુનિયાનું ધ્યાન પોતાનું તરફ ખેંચ્યું છે... તેની ખૂબસૂરતી એવી છે કે મોટી-મોટી અભિનેત્રી ફેઈલ થઈ જાય... ત્યારે કોણ છે આ સગીરા?... જોઈશું આ અહેવાલમાં...
ઘઉંવર્ણો ચહેરો... કથ્થઈ આંખો... અને હાથમાં માળા....
આ દ્રશ્યો પ્રયાગરાજના મહાકુંભમાં જોવા મળી રહ્યા છે. અને અમે વાત કરી રહ્યા છીએ મોનાલીસા નામની સગીરાની. મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ તેની પાછળ લાઈન લગાવીને ઉભા રહી જાય છે. દરેક મોનાલીસા સાથે તસવીર ખેંચાવવા માટે આતુર છે.
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરથી પોતાના પરિવાર સાથે મોનાલીસા મહાકુંભ પહોંચી છે. તે મેળામાં રુદ્રાક્ષની માળાઓ વેચી રહી છે.
તેનો ઘઉંવર્ણો રંગ અને મોટી-મોટી આંખો લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જોત જોતમાં તે આખા દેશમાં વાયરલ થઈ ગઈ છે. જે કોઈપણની નજર મોનાલીસાની આંખો પર પડે છે તે તેના દિવાના બની જાય છે.
પરંતુ મોનાલિસાની આ ખૂબસૂરતી તેના માટે મોટી મુસીબતનું કારણ બની ગઈ છે. કેમ કે અનેકવાર લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે લાઈન લગાવે છે. જેના કારણે તે પોતાની માળા વેચવાનું કામ પણ કરી શકતી નથી.
હાલ તો સોશિયલ મીડિયામાં મોનાલીસાની આંખો અને ખૂબસૂરતીના લોકો કાયલ થઈ ગયા છે... તો બીજીબાજુ કેટલાંક લોકો તેની વાતો સાંભળીને તેના સંસ્કારોના વખાણ કરી રહ્યા છે.
કારણ કંઈપણ હોય... પરંતુ મહાકુંભના મેળામાં પહેલીવાર આવેલી મોનાલીસા આખી મહેફિલ લૂંટી ગઈ છે.
Trending Photos