અહીં મળે છે ભાડા પર પત્ની! ચૂકવવા પડે છે માત્ર આટલા જ રૂપિયા, કુંવારી યુવતીઓને જામે છે મેળો

Wife on Rent: દુનિયામાં ઘણી અનોખી પરંપરાઓ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી જ એક પરંપરા કેટલાક દેશોમાં "ભાડા પર પત્ની લેવાની" છે. અહીં પૈસા ચૂકવીને મહિલાઓ અસ્થાયી રૂપે પત્ની બની શકે છે. કેટલીક જગ્યાએ તે સંપૂર્ણ રીતે બિઝનેસની જેમ ચાલે છે, જ્યાં મહિલાઓ તેને આવકનું સાધન બનાવે છે. આ પરંપરા ભલે વિચિત્ર લાગે, પરંતુ ઘણી જગ્યાએ સામાજિક રીતે સ્વીકારવામાં આવે છે.

અસ્થાયી રીતે પત્ની બનવાના બદલામાં કમાય છે રૂપિયા

1/6
image

વિશ્વના દરેક ભાગની પોતાની અલગ-અલગ સંસ્કૃતિ અને રીતરિવાજો હોય છે, જે ત્યાંના લોકોના વિચાર અને વ્યવહારને પ્રભાવિત કરે છે. ક્યારેક ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓને કારણે કેટલીક વિચિત્ર પરંપરાઓ પણ વ્યવહારમાં આવી જાય છે. આવી જ એક અનોખી પરંપરા કેટલાક દેશોમાં જોવા મળે છે, જ્યાં પૈસા આપીને પત્ની બનાવવાનો રિવાજ છે. આ હવે એક બિઝનેસનું સ્વરૂપ લઈ લીધું છે, જ્યાં મહિલાઓ અસ્થાયી રૂપે પત્ની બનવાના બદલામાં રૂપિયા કમાય છે.  

અહીં મળે છે અસ્થાયી પત્નીઓ

2/6
image

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ઈન્ડોનેશિયાના ગ્રામીણ વિસ્તારોમાં આવતા પ્રવાસીઓને થોડા મહિનાઓ માટે અસ્થાયી પત્નીઓ મળે છે. પશ્ચિમ ઇન્ડોનેશિયાના પંકાક (Puncak) વિસ્તારમાં આ અનોખો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને મિડિલ ઈસ્ટના પ્રવાસીઓ અહીં આવે છે અને શોર્ટ-ટર્મ લગ્નમાં રૂચિ દાખવે છે. આ પ્રથા હવે એક સંગઠિત વ્યવસાયનું સ્વરૂપ લઈ રહી છે, જ્યાં લગ્ન થોડા મહિનાઓ સુધી જ ચાલે છે.

અહીંની પરંપરા છે અજીબોગરીબ

3/6
image

ઈન્ડોનેશિયાના કોટા બંગા નામના હિલ રિસોર્ટમાં આવતા પ્રવાસીઓને નિયમિત એજન્સીઓ દ્વારા ગ્રામીણ મહિલાઓ સાથે પરિચય કરાવવામાં આવે છે. રૂપિયાની લેન-દેનની વાતચીત કર્યા પછી બન્ને માટે નાના અનૌપચારિક લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ લગ્ન ત્યા સુધી ચાલે છે, જ્યાં સુધી માણસની ટ્રિપ પૂરી ન થાય. જ્યારે પ્રવાસી તે સ્થળ છોડતાની સાથે જ આ સંબંધ પણ સમાપ્ત થઈ જાય છે. આ પ્રથા હવે એક સંગઠિત વ્યવસાય બની ગયો છે, જ્યાં લગ્ન થોડા અઠવાડિયા કે મહિનાઓ માટે જ થાય છે.

40,000 થી 80,000માં રૂપિયામાં મળે છે પત્ની

4/6
image

આવા ટૂંકા ગાળાના લગ્નનું આયોજન કરનારા એજન્ટો કન્યાના અડધા પૈસા રાખે છે, જ્યારે યુવતીને માત્ર અડધી રકમ જ મળે છે. આ રકમ 40,000 રૂપિયાથી 80,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. થાઈલેન્ડમાં પણ આવી જ પ્રથા છે, જ્યાં કરાર પર પત્નીઓ મળે છે. ત્યાં આ પ્રકારના લગ્ન માટે 15,000 થી 25,000 રૂપિયા સુધી ચૂકવવા પડે છે. આ પ્રથાએ હવે એક બિઝનેસનું સ્વરૂપ લીધું છે, જ્યાં સંબંધો માત્ર સમય અને રૂપિયા પર નિર્ભર હોય છે.

15 વખત લગ્ન કરી ચૂકેલ છે મહિલા

5/6
image

આ પ્રકારની અનૌપચારિક અને અસ્થાયી લગ્નોને "પ્લેઝર મેરેજ" કહેવામાં આવે છે. લોસ એન્જલસ ટાઈમ્સના અહેવાલ મુજબ આ પ્રથાથી વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન મળે છે. એક મહિલા જે 17 વર્ષની ઉંમરથી આ કામ સાથે જોડાયેલી છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેમણે 15 વખત લગ્ન કર્યા છે. આ પ્રકારના લગ્ન થોડા જ દિવસો કે મહિનાઓ સુધી ચાલે છે અને પછી પ્રવાસીઓની વિદાય સાથે સમાપ્ત થાય છે.

લીગલ સર્વિસીસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર

6/6
image

લીગલ સર્વિસીસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર થાઈલેન્ડમાં મહિલાઓની હરાજી થાય છે, જેમાં 8 થી 15 વર્ષની કુંવારી યુવતીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ મહિલાઓને 15,000 થી 25,000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે, જ્યારે કેટલાક મામલામાં 2 લાખ રૂપિયા સુધી પણ મળી શકે છે. આ સાથે જ એક વર્ષનો કરાર સાઈન કરવામાં આવે છે, જે પછીથી લંબાવી શકાય છે. આ પરંપરા માત્ર ચોંકાવનારી જ નથી પણ ગંભીર સામાજિક મુદ્દાઓને પણ ઉજાગર કરે છે, જ્યાં મહિલાઓને માત્ર રૂપિયાની ખાતર અસ્થાયી સંબંધો માટે દબાણ કરવામાં આવે છે.