OMG.. આ નદીના પેટાળમાંથી નીકળ્યું 800 અબજનું સોનું, ગોલ્ડ માટે જોરદાર હોડ મચી, ડોલ લઈને પહોંચી ગયા લોકો
પાકિસ્તાનની નદીમાંથી સોનું મળવાના સમાચાર બાદ ત્યાં લોકો ડોલ લઈને પહોંચી ગયા છે અને સોનું કાઢવા માટે લોકોમાં હોડ મચી છે. જેને લઈને લોકોમાં મારામારી પણ થઈ રહી છે. ખનના પગલે નદીને પણ ખુબ નુકસાન પહોંચી રહ્યું છે.
પાકિસ્તાનને સિંધુ નદીમાંથી લગભગ 800 અબજ પાકિસ્તાની રૂપિયાની કિંમતવાળું સોનું મળ્યું હોવાની વાતો વહેતી થઈ છે. આ સોનું 28 લાખ તોલા કે 653 ટનનું હોઈ શકે છે. હવે આ સોનું કાઢવા માટે લોકોમાં મારામારી થઈ રહી છે.
પાકિસ્તાની અખબર ડોનના રિપોર્ટ મુજબ લોકો આખો દિવસ નદીમાં ડોલ નાખીને સોનું કાઢવાની કોશિશ કરતા રહે છે. ત્યારબાદ સ્લુઈટ મેટનો ઉપયો કરીને કણોમાંથી સોનું કાઢે છે.
પાકિસ્તાન સ્થિત પંજાબના પૂર્વ ખાન અને ખનિજ મંત્રી ઈબ્રાહિમ હસન મુરાદે પાકિસ્તાનના GSP ના એક રિપોર્ટના આધારે અટક પાસે 800 અબજ રૂપિયાના સોનાના ભંડારનો ખુલાસો કર્યો હતો.
હસન મુરાદે દાવો કર્યો હતો કે સોનાની શોધથી પાકિસ્તાનનું ભાગ્ય પલટાઈ શકે છે. તેમણે કહ્યું કે અહીં 18 હજારથી વધુ વિસ્તારોમાં સોનું મળી શકે છે. પૂરા 9 બ્લોકવાળા આ વિસ્તારના સૌથી મોટા બ્લોકમાં 155 અબજ સુધીનું સોનું હોઈ શકે છે.
ડોનના રિપોર્ટ મુજબ પહેલા આ વિસ્તારમાં નાના પાયે સોનાનું ખનન થતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં મોટી સંખ્યામાં લોકો ખોદકામ કરવા માટે આવે છે અને નદીના પેટાળ સુધી બાલટીઓ ઘસતા રહે છે.
સિંધુ નદીમાં સોના માટે ખોદકામ મુદ્દે પર્યાવરણશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે નદીના પેટાળમાં વધુ પડતા ખોદકામ કરવાથી જળ જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યાં સોનું કાઢવા માટે પારાના ઉપયોગથી નદીની ઈકોસિસ્ટમને જોખમ થઈ રહ્યું છે.
Trending Photos