Dandi March: સાબરમતી આશ્રમથી થઈ હતી સત્યાગ્રહની શરૂઆત, દુનિયાના દેશોના પ્રમુખો લઈ ચુક્યા છે આ સ્થળની મુલાકાત
વિદેશી નેતાઓએ પણ કર્યો છે સાબરમતી આશ્રમનો પ્રવાસ, જિંનપિંગથી લઈ ટ્ર્ંપનો થાય છે સમાવેશ
ઝી બ્યૂરો, અમદાવાદઃ મીઠાના સત્યાગ્રહ નામથી ઈતિહાસમાં અંકિત દાંડી યાત્રાની શરૂઆત 12 માર્ચ, 1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં થઈ હતી. આ યાત્રાની શરૂઆત અમદાવાદની નજીક સાબરમતી આશ્રમથી શરૂ કરીને નવસારીના નાના ગામ દાંડી સુધી ગઈ હતી. મીઠાનો સત્યાગ્રહ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. એટલે ગાંધીજીના જીવન સાથે સાબરમતી આશ્રમનું ખાસ જોડાણ રહ્યું. સાબરમતી આશ્રમને મહાત્મા ગાંધીનું આધાર કેન્દ્ર પણ કહેવામાં આવે છે. એટલે સાબરમતી આશ્રમને ગાંધી આશ્રમ પણ કહેવામાં આવે છે. ગાંધી આશ્રમ સાથે માત્ર દેશના જ નહીં પરંતુ દુનિયાનું પણ અનોખું કનેક્શન છે. એટલે અવારનવાર દુનિયાના મોટા નેતાઓ પણ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે ચોક્કસ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે. ત્યારે કયા-કયા દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે.
શિંઝો આબે-અકી આબે:
14 સપ્ટેમ્બર 2017ના રોજ જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ પત્ની અકી આબેની સાથે સાબરમતી આશ્રમની મુલાકાત કરી. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા. સાબરમતી આશ્રમમાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમા પર ફૂલ ચઢાવ્યા અને સુતરની આંટી અર્પિત કરી. ત્યારબાદ તેમણે ત્રણેય ગણમાન્ય વ્યક્તિઓએ ફોટો ખેંચાવ્યો, જેમાંથી એક ચરખાની સામે હતી.
ડોનલ્ડ ટ્રંપ- મેલાનિયા ટ્રંપ:
24 ફેબ્રુઆરી 2020ના રોજ ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ પત્ની સાથે સાબરમતી આશ્રમ પહોંચ્યા. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું. સાબરમતી આશ્રમમાં ટ્રંપે પત્ની મેલાનિયા અને પીએમ મોદીની સાથે મહાત્મા ગાંધીને સુતરની માળા અર્પિત કરી. ત્યારબાદ તેમણે પત્ની સાથે ચરખો પર પણ હાથ અજમાવ્યો.
જસ્ટીન ટ્રુડો-સોફિયા ટ્રુડો:
ફેબ્રુઆરી 2018માં 7 દિવસના ભારત પ્રવાસે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ બીજા દિવસે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. જ્યાં તેમણે સંપૂર્ણ રીતે ભારતીય કપડાંમાં સજ્જ થઈને ચરખો ચલાવ્યો. સાબરમતી આશ્રમની વિઝિટર્સ બુકમાં ટ્રુડોએ લખ્યું કે આ બહુ સુંદર જગ્યા છે જે શાંતિ, સત્ય અને સદભાવનાને જોડે છે.
શી જિનિપિંગ-પેંગ લિયુઆન:
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆન 17 સપ્ટેમ્બર 2014માં અમદાવાદ આવી પહોંચ્યા. જ્યાં સાંજના સમયે જિનપિંગે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી જિનપિંગ માટે ગાઈડ બન્યા અને મહાત્મા ગાંધીજીના જીવન-ઈતિહાસની જાણકારી આપી. અહીંયા પીએમ મોદીએ જિનપિંગને ચરખો ચલાવતા શીખવાડ્યું. ત્યારબાદ બંને મહાનુભાવોએ ગાંધી આશ્રમમાં બેસીને તસવીર ખેંચાવી.
બેન્ઝામીન નેતન્યાહૂ-સારા નેતન્યાહૂ:
17 જાન્યુઆરી 2018ના રોજ ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાબરમતી આશ્રમ પહોંચ્યા. જ્યાં તેમણે પત્ની સારા સાથે ચરખો ચલાવ્યો. ત્યારબાદ ગાંધીજીની પ્રતિમાને સુતરની માળા પહેરાવી. તેના પછી પીએમ મોદીની સાથે હ્રદયકુંજ પહોંચીને ગાંધીજીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા. જ્યાં વિઝિટર બુકમાં બેન્ઝામીન નેતન્યાહૂએ ગાંધીજીને માનવતાના મહાન દૂતમાંથી એક ગણાવ્યા.
Trending Photos