અંબાલાલે કીધું એટલે ફાઈનલ! 100 કિ.મીની ઝડપે આ વિસ્તારોમાં ફૂંકાશે પવન! ચક્રવાતનો ઘેરાવો 500 KM

Weather expert Ambalal Patel prediction: રાજ્યમાં ડિપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. 

1/12
image

અરબી સમુદ્ર ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. 100 કિમીથી વધુ ઝડપે પવન ફુકાવવાની શક્યતા. કચ્છના ભાગોમાં 60થી 65 કિમી ઝડપી પવન ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂકાઇ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 35થી 40 કિમી ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છમાં વાવાઝોડાની શક્યતા ઉભી થઈ છે. 48 વર્ષ પછી દુલર્ભ વાવાઝોડું જમીન પર એક્ટિવ થઇને દરિયામાં ઉતરશે, એટલે 30થી 35% ખતરો ગુજરાતમાં સોમવારે તા. 26-8ના પ્રવેશેલુ ડીપ ડીપ્રેશન હવે આશંકા પ્રમાણે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી આગાહી હવમાન ખાતાએ કરી છે. કચ્છના દરિયાકાંઠે આગળ વધી તે ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં પાકિસ્તાન તરફ જશે તેવી પણ સંભાવના છે.   

2/12
image

અંબાલાલ પટેલે ફરી એક ભયાનક આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિપ ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. અરબી સમુદ્ર ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. જેના કારણે 100 કિ.મીથી વધુ ઝડપે પવન ફુંકાવવાની શક્યતા રહેલી છે.

3/12
image

જ્યારે કચ્છના ભાગોમાં 60થી 65 કિ. મી ઝડપી પવન ફુંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 35થી 40 કિ.મી ઝડપે પવન ફૂંકાઇ શકે છે. હાલમાં કચ્છના વિસ્તારમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન 30 તારીખ પછી ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. આ પરિસ્થિતિમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જોકે, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ તોફાન ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.

4/12
image

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વાવાઝોડું સીધી રીતે ગુજરાતને અસર નહીં કરે, પરંતુ ભારે પવન નુકસાન પહોંચાડી શકે છે. આ વખતે જમીનના ભાગોમાં ડિપ ડિપ્રેશન બન્યું છે, જે સામાન્ય રીતે લો પ્રેશર સર્જાયા બાદ ચક્રવાતમાં પરિવર્તિત થાય છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. ભારે પવનના કારણે કપાસના પાકો અને બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા છે.

5/12
image

ડિપ ડિપ્રેશન વધુ મજબૂત બનતા રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અન કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવશે. ત્યારે ગઈકાલે હવાઈ નિરીક્ષણ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પૂર પ્રભાવિત કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી હતી. આફતથી લોકોને બચાવવા તેમજ જરૂર જણાય તો લોકોનું સ્થળાંતર કરવા માટે પણ સૂચના આપી છે. 

6/12
image

લેટેસ્ટ અપડેટ અનુસાર, સાયકલોનિક સર્ક્યુલેશન કચ્છના નલિયાથી હાલ માત્ર 60 km ના અંતરે છે. જોકે ગઈકાલની સરખામણીએ આજે વરસાદ ઓછો પડવાની શક્યતા છે. ચક્રવાત હાલ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ થઇ પાકિસ્તાન તરફ ગતિમાન થયું છે. તેના બાદ પાકિસ્તાનથી ઓમાન તરફ ફંટાશે. તેની અસરને પગલે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

7/12
image

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર પર એક ચક્રવાત બની રહ્યું છે. જે શુક્રવારે અરબ સાગરની ઉપર ઉભરે અને ઓમાન તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આગળ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પર ગાઢ દબાણ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવા અને કચ્છ તથા આસપાસના પાકિસ્તાનના તટોથી પૂર્વોત્તર અરબ સાગરની ઉપર ઉભરે અને શુક્રવારે એક ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે.   

1976 બાદ ઓગસ્ટમાં પહેલું વાવાઝોડું

8/12
image

હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે 1976 બાદ ઓગસ્ટમાં અરબ સાગર પર સર્જાનાર આ પહેલું ચક્રવાતી તોફાન હશે. કહેવાયું છે કે 1976માં ચક્રવાત ઓડિશાની ઉપર વિક્સિત થયું હતું, પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું, અરબ સાગરમાં ઉભર્યું અને એક લૂપિંગ ટ્રેક બનાવ્યો તથા ઓમાનના કાંઠા પાસે ઉત્તર પશ્ચિમ પાસે અરબ સાગર પર નબળું પડી ગયું હતું. 

9/12
image

ઓગસ્ટ મહિનામાં અરબ સાગરની ઉપર ચક્રવાતી તોફાનનું વિક્સિત થવું એ એક દુર્લભ ગતિવિધિ છે. 1944નું વાવાઝોડું પણ અરબ સાગરમાં ઉભર્યા બાદ તીવ્ર બન્યું હતું અને ત્યારબાદ સમુદ્રની મધ્યમાં નબળું પડ્યું હતું. 1964માં દક્ષિણ ગુજરાત તટ પાસે એક નાનકડું વાવાઝોડું વિક્સિત થયું હતું અને કાંઠા પાસે નબળું પડ્યું હતું. એ જ રીતે છેલ્લા 132 વર્ષો દરમિયાન બંગાળની ખાડી ઉપર ઓગસ્ટ મહિનામાં કુલ 28 આવી સિસ્ટમ વિક્સિત થઈ છે. 

10/12
image

આઈએમડીના એક વૈજ્ઞાનિકે કહ્યું કે હાલના તોફાન અંગે અસામાન્ય વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી તેની તીવ્રતા એક સરખી જોવા મળી છે. તેમણે કહ્યું કે ઉષ્ણકટિબંધીય તોફાન બે પ્રતિચક્રવાતો વચ્ચે સ્થિત છે- એક તિબ્બતી પઠાર ઉપર અને બીજુ અરબ પ્રાયદ્વીપની ઉપર. સૌરાષ્ટ્ર અને કચ્છ પર  બનેલા ડીપ ડિપ્રેશનના કારણે આ ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો છે.   

વાવાઝોડું બની રહ્યું છે!

11/12
image

ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન સંબંધિત ઘટના હેઠળ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં શુક્રવારે અરબ સાગરમાં ચક્રવાત બનવાની અને ઓમાનના તટ તરફ આગળ વધવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આ ક્ષેત્રોને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. માછીમારોને થોડા દિવસ દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રના તટોની સાથે સાથે સમુદ્રી વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી 60-65 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. 

વાવાઝોડાનું નામ આશના

12/12
image

હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની ઉપર  બનેલા ડીપ ડિપ્રેશનનું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સાથે કચ્છ અને પાકિસ્તાનના તટો પાસે ઉત્તર પૂર્વ અરબ સાગરની ઉપર ઉભરવાના અને શુક્રવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની શક્યતા છે. જ્યારે તે વાવાઝોડામાં ફેરવાઈ જશે તો તેનું નામ આશના રાખવામાં આવશે. આ નામ પાકિસ્તાને આપ્યું છે. 1891થી 2023 સુધી ઓગસ્ટમાં અરબ સાગર પર ફક્ત 3 ચક્રવાતી તોફાન વિક્સિત થયા છે. હવામાન વિભાગે જણાવ્યું કે 1976 બાદ ઓગસ્ટમાં અરબ સાગર પર બનનારું આ પહેલું ચક્રવાતી તોફાન હશે. 1976માં ઓડિશામાં તે વિક્સિત થયું હતું.