Whatsapp ના આ 'Secret' ફિચર્સ વિશે જાણો છો તમે? આમ Free માં સેવ કરો કઈ પણ, કરો આ Trick નો ઉપયોગ

નવી દિલ્હીઃ Whatsapp સૌથી વધુ ઉપયોગ થવાવાળી મેસેજિંગ એપમાંથી એક એપ છે. ભારતમાં આ એપનો કરોડો લોકો ઉપયોગ કરે છે. કોરોના મહામારી બાદ વોટ્સએપનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. WhatsApp એ વર્ષોથી નવી સુવિધાઓ રજૂ કરી છે અને તેને વધુ મનોરંજક બનાવી છે. વોટ્સએપની આવી જ એક ગુપ્ત સુવિધા, જે બહુ ઓછા લોકો જાણે છે, તે છે સેલ્ફ-ચેટ અથવા સેલ્ફ-મેસેજ, જે વપરાશકર્તાઓને મહત્વપૂર્ણ વેબ લિંક્સ સાચવવામાં મદદ કરશે. 

Whatsapp નું મજેદાર ફિચર્સ

1/5
image

Whatsapp IOS અને એન્ડ્રોઈડ બન્ને સિસ્ટમમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતા પ્લેટફોર્મમાંથી એક છે.  હવે Whatsapp નો ઉપયોગ સેલ્ફ ચેટ શરૂ કરીને સેવ લિંક્સ અને ક્લિક નોટ્સ સેવ કરવા માટે થાય છે. 

Whatsapp સેલ્ફ ચેટ

2/5
image

સૌથી પહેલા તમારે તમારા ડેસ્કટોપ અથવા ફોન બ્રાઉઝરમાં પોતાના આંકડાના ફોન નંબર સાથે URL wa.me// શોધવાનું રહેશે. ભારતીય યૂઝર્સને 91 ની સાથે અડઘો નંબર આવશે. કંઈક આવો - wa.me//91XXXXXXXXXX 

આવી રીતે કરો પોતાની જાત સાથે વાત

3/5
image

જવું જ તમે આ લિંક પર ક્લિક કરશો તો તમારી પોતાની ચેટ આવશે.  "Continue to Chat" તેના પર ક્લિક કરીને તમે તમારી ચેટ ખોલી શકશો.

જોવા મળશે ડાઉનલોડ ઓપ્શન

4/5
image

હવે તમે બેમાંથી એક વિકલ્પ જોવા મળશે. એક તમને WhatsApp વેબની લિંક ડાઉનલોડ કરવા માટે કહેશે અને બીજો તમને તમારા ડિવાઝના આધારે WhatsApp Android અથવા WhatsApp Desktop પર લઈ જઈ શકે છે. તમે ડાઉનલોડ બટનની નીચે જ WhatsApp વેબ પસંદ કરી શકો છો.

નામ પણ બદલી શકાય છે

5/5
image

સેલ્ફ-ચેટ શરૂ થયા પછી, ચેટનું નામ 'YOU' હશે. જો તમે ઇચ્છો તો, તમે તે નામને બદલી શકો છો.