દુનિયાની સૌથી ઉંચી આ બિલ્ડિંગનો અસલી માલિક કોણ? 163 માળમાં 2BHK ફ્લેટનું શું છે ભાડું?
Burj Khalifa: જ્યારે પણ દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગની વાત થાય છે ત્યારે લોકોના મગજમાં એક જ નામ આવે છે બુર્જ ખલીફા. UAEના શહેર દુબઈમાં બનેલી આ 163 માળની બિલ્ડિંગ દુનિયાનું આકર્ષણ જમાવે છે. 828 મીટર લાંબી આ બિલ્ડિંગ વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ છે.
જ્યારે પણ દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગની વાત થાય છે ત્યારે લોકોના મગજમાં એક જ નામ આવે છે બુર્જ ખલીફા. UAEના શહેર દુબઈમાં બનેલી આ 163 માળની બિલ્ડિંગ દુનિયાનું આકર્ષણ જમાવે છે. 828 મીટર લાંબી આ બિલ્ડિંગ વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. પરંતુ શું તમે જાણો છો કે આ સૌથી ઊંચી બિલ્ડિંગનો માલિક કોણ છે?
કોણ છે બુર્જ ખલીફાનો અસલી માલિક?
દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફાનું બાંધકામ વર્ષ 2004માં શરૂ થયું હતું. આ 828 મીટર ઉંચી બિલ્ડિંગને બનાવવામાં 6 વર્ષ લાગ્યા હતા. આ બિલ્ડિંગનું કામ વર્ષ 2010માં પૂર્ણ થયું હતું. દુનિયાભરના અમીર લોકોએ આ બિલ્ડિંગમાં પોતાના ફ્લેટ ખરીદ્યા છે. આ બિલ્ડીંગમાં ઘણી ટોચની લક્ઝરી હોટલો આવેલી છે. પરંતુ આજે અમે તમને આ બિલ્ડિંગના અસલી માલિક વિશે જણાવીશું. આ બિલ્ડિંગ કોણે બનાવી છે, કોણ છે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગનો માલિક?
કોણે બનાવી વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ ?
બુર્જ ખલીફાને એમ્માર પ્રોપર્ટીઝ દ્વારા બનાવવામાં આવી છે. એમ્માર પ્રોપર્ટીઝ UAEની પ્રખ્યાત રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે. આ કંપનીના માલિક અને ચેરમેન મોહમ્મદ અલબર છે. તેમણે બુર્જ ખલીફાને સેમસંગ C&T, બેસિક્સ અને અરબટેક સાથે મળીને બનાવી છે. આ પ્રોજેક્ટ આવા પ્રકારનો પ્રથમ હતો. આ કંપનીઓ પાસે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બનાવવાની જવાબદારી હતી.
100 કિમી દૂરથી દેખાય છે બિલ્ડિંગ
બુર્જ ખલીફા એટલી ઉંચી છે કે તે 100 કિમી દૂરથી દેખાય છે. એન્જિનિયરિંગ અને ડિઝાઈનને એટલી ઝીણવટ ભરી રીતે જોડવામાં આવી છે કે દુનિયાભરમાં આ બિલ્ડિંગની ચર્ચા થઈ રહી છે. હવે ચાલો જાણીએ કે આ બિલ્ડીંગનું ભાડું કે રેટ શું છે.
બુર્જ ખલીફામાં કેટલા ફ્લેટ
બુર્જ ખલીફામાં 163 માળ છે. આ બિલ્ડિંગમાં 304 હોટેલ્સ, ઓફિસ, 900 એપાર્ટમેન્ટ્સ છે, દુબઈની હાઉસિંગ વેબસાઈટ બાયુત અનુસાર બુર્જ ખલીફામાં એક બેડરૂમ સેટનું ભાડું લગભગ 180,000 AED એટલે કે 41 લાખ 99 હજાર રૂપિયા છે. જ્યારે 2BHK ફ્લેટનું ભાડું 300000 દિરહમ એટલે કે લગભગ 69 લાખ 99 હજાર રૂપિયા છે. 3BHK ફ્લેટનું ભાડું લગભગ 500000 દિરહમ એટલે કે લગભગ 1 કરોડ 16 લાખ 66 હજાર રૂપિયા છે.
Trending Photos