LPG ગ્રાહકોએ 1 નવેમ્બરથી ફોલો કરવી પડશે આ ડિલિવરી પ્રોસેસ, તો જ મળશે રાંધણ ગેસ સિલિન્ડર

ખોટી જાણકારીના કારણે ગેસ સિલિન્ડરની ડિલિવરી  બંધ થઈ શકે છે. 

નવી દિલ્હી: રાંધણ ગેસ (LPG)નો ઉપયોગ કરનારા પરિવારો માટે મહત્વની જાણકારી છે. 1 નવેમ્બર એટલે કે આગામી મહિનેથી ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે નવી સિસ્ટમ લાગુ કરવાની છે. જો તમે તેનું પાલન ન કર્યું તો તમને ગેસ સિલિન્ડરની ડિલિવરી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખોટી જાણકારીના કારણે ગેસ સિલિન્ડરની ડિલિવરી  બંધ થઈ શકે છે. 

હવે OTP બતાવ્યા વગર નહીં થાય ડિલિવરી

1/3
image

અમારી સહયોગી વેબસાઈટ zeebiz.com મુજબ સરકારી ઓઈલ કંપનીઓએ ગેસ ચોરી રોકવા માટે અને યોગ્ય ગ્રાહકની ઓળખ માટે નવી વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોસેસને  Delivery Authentication Code (DAC) કહેવાય છે. સિલિન્ડરની હોમ ડિલિવરી 1 નવેમ્બરથી OTP (One Time Password) દ્વારા થશે. OTP વગર ડિલિવરી બોય પાસેથી સિલિન્ડર મેળવી શકશો નહીં. 

શું છે નવી સિસ્ટમ?

2/3
image

મળતી માહિતી મુજબ રાંધણ ગેસનું બુકિંગ કરાવવા માત્રથી હવે ડિલિવરી નહીં મળે. હવેથી ગેસ બુકિંગ બાદ ગ્રાહકોને મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવશે તો આ OTP તમારે ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. એકવાર આ  કોડનું સિસ્ટમ સાથે મેચ કર્યા બાદ જ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી મળશે. ઓઈલ કંપનીઓ DAC ને સૌથી પહેલા 100 સ્માર્ટ શહેરોમાં શરૂ કરશે. આ માટે બે શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ ચાલુ છે. 

મોબાઈલ એપથી અપડેટ થશે નંબર

3/3
image

અત્રે જણાવવાનું કે જો ગ્રાહકનો મોબાઈલ નંબર અપડેટ નથી તો ડિલિવરી પર્સન એક એપ દ્વારા પણ તેને Real time અપડેટ કરી શકશે અને કોડ જનરેટ કરી શકશે. એટલે કે ડિલિવરી સમયે તમે તે એપની મદદથી તમારો મોબાઈલ નંબર ડિલિવરી બોય  દ્વારા જ અપડેટ કરાવી શકો છો. એપ દ્વારા Real time બેસિસ પર મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. ત્યારબાદ તે નંબરથી કોડ પણ જનરેટ કરવાની સુવિધા રહેશે.