ચાલુ રથયાત્રા વચ્ચે થાંભલા પર લટકી ગયો યુવક, એક ટ્રકમાંથી ઉતર્યો અને બીજામાં ચઢ્યો

Ahmedabad Rath Yatra 2024 : ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા રંગેચંગ નીકળી હતી. અમદાવાદના રસ્તાઓ જગન્નાથમય બન્યા છે. અમદાવાદ ભગવાનની ભક્તિના રંગે રંગાયું છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે રથયાત્રા વચ્ચે કેટલાક કરતબબાજો કરતબ કરતા પણ જોવા મળ્યા. આ વચ્ચે એક યુવકે જીવના જોખમે સ્ટંટ કર્યો હતો. 

1/8
image

AMC પાસે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલા પર એક વ્યક્તિ લટકી ગયો હતો. પસાર થતી ટ્રકમાંથી યુવક થાંભલા પર લટક્યો હતો. થાંભલા પર લટકેલ વ્યક્તિ પાછળ આવતી અન્ય ટ્રકમાં ઉતરી ગયો હતો.   

એમ્બ્યુલન્સને જગ્યા અપાઈ 

2/8
image

અમદાવાદના કાલુપુર ખાતે રથયાત્રા પહોંચી હતી ત્યાં એમ્બ્યુલન્સ આવી જતા પગ મૂકવાની જગ્યા ન હોવા છતા તુરંત એમ્બ્યુલન્સને જવા રસ્તો ખુલો કરી અપાયો હતો

ભગવાનનું મામેરું ભરાયું 

3/8
image

મોસાળ સરસપુરમાં ભગવાન આવતાની સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. સરસપુરમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતુ. હવે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રના રથ હવે નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છે. રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં વિનોદભાઈ પ્રજાપતિનું ખુલ્યું હતું વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે. 

શાંતિ માટે કબૂતર ઉડાવાયા

4/8
image

આજે 147ની જગન્નાથજીની રથયાત્રામાં પ્રેમ દરવાજા ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તેમણે કબૂતર ઉડાવી હિન્દૂ-મુસ્લિમ એકતાનું પ્રતિક આપ્યું હતું. જેને પગલે પ્રેમ દરવાજા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

5/8
image

રથયાત્રાના અલગ અલગ રંગ જોવામળ્યા હતા. માથે સાફા અને હાથમાં કરતાલ સાથે યુવતીઓ ઝૂમી હતી. તો રંગબેરંગી ટેબ્લો ને વિવિધ કરતબોએ આકર્ષણ જમાવ્યું હતું. અખાડાના પહેલવાનોએ પણ કરતબ બતાવવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. 

6/8
image

આખરે આજે અષાઢી બીજનો એ પાવન અવસર આવી ગયો છે. જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી ચૂકી છે. આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી રહ્યાં છે. સવારે 4 વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી. અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિમી લાંબો છે. 

7/8
image

અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો. પહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કરાવ્યો. આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ છે. મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાયા. ભક્તિના રંગમાં આજે સૌ રંગાઈ જશે અને જગતના નાથના વધામણા કરશે.

8/8
image