મેનફોર્સથી લઈને ગોદરેજ! આ છે દેશની ટોચની કોન્ડોમ બનાવતી 5 કંપનીઓ, જાણો કઈ છે નંબર વન
Top 5 Condoms: IQVIA કન્ઝ્યુમર હેલ્થ રિટેલ ઓડિટ ડેટા અનુસાર, ગયા વર્ષે દેશમાં કોન્ડોમ માર્કેટનું કદ રૂ. 1,755 કરોડ સુધી પહોંચ્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ 2023 માં 13% વૃદ્ધિ થઈ હતી, જે પાંચ વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ 2022માં દેશમાં કોન્ડોમ (condom) માર્કેટ 7%ના દરે વધ્યું હતું.
Trending Photos
Top 5 Condom Brands In India: આજે વિશ્વ ગર્ભનિરોધક દિવસની (World Contraception Day)ઉજવણી કરી રહ્યું છે.આ દિવસની ઉજવણી ગર્ભનિરોધક પગલાં (contraceptive measures) વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. ભારતમાં પણ હવે યુગલોએ તેમના કુટુંબ નિયોજનને (family planning) ખૂબ જ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે ભારતમાં કોન્ડોમ (condom) બિઝનેસમાં ઘણી તકો છે. વર્ષ 2023માં તેનું માર્કેટ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામ્યું હતું.
IQVIA કન્ઝ્યુમર હેલ્થ રિટેલ ઓડિટ ડેટા અનુસાર, ગયા વર્ષે દેશમાં કોન્ડોમ માર્કેટનું કદ રૂ. 1,755 કરોડ સુધી પહોંચ્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ 2023 માં 13% વૃદ્ધિ થઈ હતી, જે પાંચ વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ 2022માં દેશમાં કોન્ડોમ (condom) માર્કેટ 7%ના દરે વધ્યું હતું. 6wresearch.comના અહેવાલ મુજબ, ભારતનો કોન્ડોમ ઉદ્યોગ (condom) 2024-2030 દરમિયાન 7.4 ટકાના CAGR દરે વૃદ્ધિ પામશે.
હવે કોન્ડોમને (condom) લઈને લોકોની ધારણા બદલાઈ રહી છે. હવે તે માત્ર સુરક્ષા પૂરતું મર્યાદિત નથી પરંતુ લોકો તેનો અનુભવ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. વળી, મહિલાઓ પણ તેમાં પોતાની પસંદ-નાપસંદ શોધી રહી છે. જેના કારણે કોન્ડોમનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં કોન્ડોમના મુખ્ય ઉત્પાદકો Mankind, Reckitt Benckiser, TTK Healthcare, Godrej and Hindustan Latex ફેમિલી પ્લાનિંગ પ્રમોશન ટ્રસ્ટ (HLL) છે.
Mankind કંપનીની બ્રાન્ડ મેનફોર્સ ભારતીય કોન્ડોમ માર્કેટમાં લોકપ્રિય છે. ભારતના કોન્ડોમ માર્કેટમાં તેનો હિસ્સો 30.1% છે. દુનિયામાં ઘણા પ્રકારના કોન્ડોમ બને છે.
અંગ્રેજી કંપની Reckitt Benckiserની કોન્ડોમ બ્રાન્ડ Durex વિશ્વમાં સૌથી વધુ વેચાય છે. પરંતુ, ભારતમાં તે બીજા નંબરે છે. ભારતીય કોન્ડોમ માર્કેટમાં Durexનો કુલ બજાર હિસ્સો 14.9% છે.
ભારતીય કોન્ડોમ માર્કેટમાં TTK હેલ્થકેરનો પણ નોંધપાત્ર હિસ્સો છે. કંપની સ્કોર (Score) નામના બ્રાન્ડ હેઠળ કોન્ડોમનું ઉત્પાદન કરે છે. તેનો બજાર હિસ્સો 8.5% છે.
ગોદરેજ (Godrej) કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનું કામસૂત્ર કોન્ડોમ (Kamasutra condom) પણ જાણીતું નામ છે. તે હંમેશા જાહેરાતોને કારણે સમાચારમાં રહે છે. ભારતીય કોન્ડોમ માર્કેટમાં કામસૂત્રનો હિસ્સો 8% છે. કામસૂત્ર અગાઉ રેમન્ડ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને ગોદરેજ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન લેટેક્સ ફેમિલી પ્લાનિંગ પ્રમોશન ટ્રસ્ટ મૂડ્સ (Moods)નામથી કોન્ડોમનું ઉત્પાદન કરે છે. તે ભારતમાં પાંચમી સૌથી મોટી વેચાતી કોન્ડોમ બ્રાન્ડ છે. તેનો બજાર હિસ્સો સાત ટકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે