કોણ છે ગુજરાતના દુશ્મન? હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી ચોરી કરવાનો પ્રયાસ, એક વિધર્મી સહિત બેની ધરપકડ

સુરત શહેરના પાંડેસરા વડોદ ગામ પાસે શ્રીરામ નગરમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. મંદિરના પૂજારી રામબાબુ વહેલી સવારે રાબેતા મુજબ મંદિરે ગયા હતા.મંદિરમાં રહેલ હનુમાન દાદાની મૂર્તિને ખંડિત હાલતમાં જોતા પૂજારી ચોંકી ઉઠ્યા હતા.

કોણ છે ગુજરાતના દુશ્મન? હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી ચોરી કરવાનો પ્રયાસ, એક વિધર્મી સહિત બેની ધરપકડ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી ચોરી કરવામાં આવી છે. પાંડેસરા વડોદ ગામમાં રાત્રિ દરમિયાન હનુમાનજી મંદિરની મૂર્તિની ચાંદીની આંખ કાઢીને તસ્કરોએ ખંડિત કરી હતી. વહેલી સવારે પૂજારી મંદિરે આવતા ખંડિત હાલતમાં જોવા મળી હતી. મંદિર દર્શને આવેલા ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને મૂર્તિ ખંડિત કરનાર બે તસ્કરોને પકડી પાડયા છે. 

સુરત શહેરના પાંડેસરા વડોદ ગામ પાસે શ્રીરામ નગરમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. મંદિરના પૂજારી રામબાબુ વહેલી સવારે રાબેતા મુજબ મંદિરે ગયા હતા.મંદિરમાં રહેલ હનુમાન દાદાની મૂર્તિને ખંડિત હાલતમાં જોતા પૂજારી ચોંકી ઉઠ્યા હતા. ઘટનાને લઇ સાથે જ મંદિરમાં દર્શનમાં આવેલા ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પૂજારીએ જણાવ્યું હતું કે કોઈ ઈસમો દ્વારા મંદિરમાં પ્રવેશ કરી પથ્થર મારી હનુમાન દાદાની મંદિરને ખંડિત કરી હતી. હનુમાનજીની બંને આંખ, મુકુટ સહિત હાથ નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસમાં અમે ફરિયાદ નોંધાવી છે. પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે માંગ છે.

સમગ્ર મામલે પાંડેસરા પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ સ્થળે આવી પહોંચી હતી. મંદિરના પૂજારી રામબાબુની ફરિયાદ લઈ આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરતા પાંડેસરાનાં વડોદરામાં જ રહેતા એક વિધર્મી સહિત બે આરોપીએ મૂર્તિ ખંડિત કરી ચોરીને ઘટનાને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું હતું. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે.રાત્રી દરમિયાન બે તસ્કરો ચોરી કરવાના ઇરાદે મંદિરમાં પ્રવેશ્યા હતા. મંદિરમાં ચોરી કરવા પથ્થર માર્યો હતો.જેથી મૂર્તિ ખંડિત થઈ હતી. આરોપીઓ પૈસા કે અન્ય કોઈ મિલકત ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા. પોલીસે આરોપી મહંમદ ઝીયાઉદીન અંસારી, કૃણાલ અગ્નિહોત્રીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાય છે. પોલીસ કસ્ટડીમાં પકડાયેલો આરોપી રીઢા ગુનેગાર છે. અગાઉ પણ તેની ઉપર ચોરી મારામારી સહિતના ગુનાઓ પાંડેસરા પોલીસમાં નોંધાઈ ચૂક્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news