ગૌણ સેવા દ્વારા લેવાશે મોટો નિર્ણય, સરકારી ભરતીની પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓને થશે ફાયદો

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં એક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. જેનો સીધો ફાયદો લાખો ઉમેદવારોને થવાનો છે.

ગૌણ સેવા દ્વારા લેવાશે મોટો નિર્ણય, સરકારી ભરતીની પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓને થશે ફાયદો

ગાંધીનગરઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અનેક સરકારી ભરતીની પરીક્ષા લેવામાં આવે છે. તલાટી, ક્લાર્કથી લઈને અનેક પરીક્ષાના આયોજન ગૌણ સેવા દ્વારા કરવામાં આવે છે. હવે ગૌણ સેવા પરીક્ષા મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં એક મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ નિર્ણયથી સરકારી ભરતીની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારોને લાભ થશે.

સરકારી નોકરીની પરીક્ષા આપતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં હવેથી અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ પેપર આપવામાં આવશે. તમામ પરીક્ષાનો સિલેબસ પણ મંડળ દ્વારા ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે મંડળ દ્વારા દરેક સિલેબસમાં માર્ક મુકવાનો પણ નિર્ણય કરાયો છે. 

ગૌણ સેવા મંડળ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગૌણ સેવા ભરતીમાં અત્યાર સુધી સિલેબસ અને પેપર અંગ્રેજીમાં આપવામાં આવતા હતા જે હવે ગુજરાતીમાં આપવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયા દ્વારા ઉમેદવારોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. જેનાથી લાખો ઉમેદવારોને ફાયદો થશે. એક-બે દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news