પાંચમા દિવસે પણ દ્વારકામાં દાદાનું બુલડોઝર ચાલ્યું, દરિયાઈ સુરક્ષા માટે જોખમી દબાણો કરાયા દૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લો દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે. આ જોતા સરકાર દ્વારા બેટ દ્વારકામાં અને જામનગરના પીટોરન ટાપુ પર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
Trending Photos
જયદિપ લાખાણી, દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતની દરિયાઈ પટ્ટી પર છેલ્લા ઘણાથી ગેરકાયદે દબાણોનો ખડકલો થઈ ગયો હતો. આ દબાણો ખાસ દરિયાઈ સુરક્ષા સામે જોખમ ઉભુ કરી રહ્યા હતા....આવા અનેક દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું....દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેરકાયદે ધાર્મિક સ્થળો અને મકાનોને તોડીને કરોડો રૂપિયાનો જમીન ખુલ્લી કરવામાં આવી....દ્વારકામાં તો સતત પાંચમા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત્ રહી...ત્યારે જુઓ ડિમોલિશનની કાર્યવાહીનો આ ખાસ અહેવાલ,....
પાંચમા દિવસે પણ દ્વારકામાં દાદાનું બુલડોઝર
બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો સામે એક્શન
દરિયાઈ સુરક્ષા માટે જોખમી દબાણો કરાયા દૂર
જામનગરના પીરોટન ટાપુ પર પણ કાર્યવાહી
કરોડોની સરકારી જમીન કરવામાં આવી ખુલ્લી
યાત્રાધામ બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર છેલ્લા પાંચ દિવસથી ગરજી રહ્યું છે...એવું ગરજી રહ્યું છે કરોડોની મહામુલી જમીનો ખુલ્લી કરવામાં આવી રહી છે. સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવીને ઉભા કરી દેવાયેલા મકાનો, દુકાનો અને ધાર્મિક સ્થાનોને તંત્રએ તોડી પાડ્યા....ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે કરાયેલી આ કાર્યવાહીથી કોઈ અનિશ્ચિનિય બનાવ ન બન્યો....
દ્વારકાના પરા વિસ્તારમાં અનેક રહેણાંક મકાનોને તોડી પડવામાં આવ્યા...આ એ તમામ મકાનો હતા જે ખોટી રીતે બાંધી દેવાયા હતા...સરકારી જમીન પર ઉભા થયેલા આ મકાનો અને તેના કારણે દરિયાઈ સુરક્ષા સામે જોખમ હતું...પરંતુ તંત્ર દ્વારા વારંવાર નોટિસ છતાં પણ સ્થાનિકો દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતાં આખરે બુલડોઝર એક્શન લેવામાં આવ્યા....બેટ દ્વારકાની સાથે જિલ્લામાં અન્ય પણ કેટલાક સ્થળે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી...જિલ્લાના 23 ટાપુઓ પર 50 કરોડથી વધુની જમીનો ખાલી કરાવવામાં આવી....
ક્યાં ક્યાં કાર્યવાહી?
બેટ દ્વારકાની સાથે જિલ્લામાં અન્ય પણ સ્થળે કાર્યવાહી
23 ટાપુઓ પર 50 કરોડથી વધુની જમીનો ખાલી કરાવાઈ
દ્વારકાની સાથે જામનગર જિલ્લામાં પણ અનેક જગ્યાએ આ પ્રકારે દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હતા...ખાસ પીરોટન ટાપુ પર મોટા પ્રમાણમાં દબાણો થયા હતા....જેમાં રહેણાંક મકાનોની સાથે ધાર્મિક સ્થાનો પણ હતા...ધર્મના નામ પર ગેરકાયદે ઉભા કરાયેલા આ તમામ બાંધકામો પણ જોરદાર બુલડોઝર એક્શન લેવામાં આવ્યા...9 જેટલા ધાર્મિક દબાણોને જમીનદોસ્ત કરીને કરોડોની મહામુલી જમીન ખુલ્લી કરવામાં આવી.
દ્વારકા અને જામનગર જિલ્લામાં એવા 35 જેટલા ટાપુઓ છે જે દરિયાઈ સુરક્ષા માટે અત્યંત મહત્વના છે. કારણ કે આ ટાપુથી થોડા જ અંતરે પાકિસ્તાનની સરહદ શરૂ થાય છે. ત્યારે આવી સંવેદનશીલ વિસ્તારમાં ખોટી રીતે ઉભા કરાયેલા દબાણોને તોડવા અત્યંત જરૂરી હતા...કારણ કે આ જ વિસ્તારોમાંથી અગાઉ ડ્રગ્સ, દાણચોરી, લેન્ડિંગ અને ફેક કરન્સીની હેરાફેરી સામે આવી હતી...તે તમામને જોતાં હાલ તો તંત્રએ કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહી શકે છે....
દબાણો દૂર કરવા કેમ હતા જરૂરી?
દ્વારકા, જામનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા માટે મહત્વના 35 ટાપુ
ટાપુથી થોડા જ અંતરે પાકિસ્તાનની સરહદ શરૂ થાય છે
સંવેદનશીલ વિસ્તારમાં ઉભા થયેલા દબાણોને તોડવા જરૂરી હતા
ડ્રગ્સ, દાણચોરી, લેન્ડિંગ, ફેક કરન્સીની હેરાફેરી સામે આવી હતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે