ITR Filing Deadline: ચૂકતા નહીં, આ તારીખ પછી નહીં કરી શકો ITR ફાઈલ, જાણો શું છે લેટ ફી

ITR Filing Deadline: જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી, તો તમે તેને આજે જ એટલે કે 15 જાન્યુઆરી, 2025 સુધી લેટ ફી સાથે ફાઈલ કરી શકો છો. આ પછી તમે રિટર્ન ફાઇલ કરી શકશો નહીં. નોટિસ મળ્યા પછી, તમારે દંડ સહિત અન્ય કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
 

ITR Filing Deadline: ચૂકતા નહીં, આ તારીખ પછી નહીં કરી શકો ITR ફાઈલ, જાણો શું છે લેટ ફી

ITR Filing Deadline: તમામ કરદાતાઓએ 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ સમયમર્યાદા સુધીમાં ITR ફાઈલ કરવામાં સક્ષમ ન હોય તો તેણે દંડ સાથે વિલંબિત ITR ફાઈલ કરવી પડશે. તેની સમયમર્યાદા અગાઉ 31 ડિસેમ્બર 2024 હતી, જેને આવકવેરા વિભાગે વધારીને 15 જાન્યુઆરી 2025 કરી હતી.

આવકવેરા રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું?

  1. સૌ પ્રથમ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. તમારા પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો.
  3. તમારી આવક અનુસાર ITR ફોર્મ પસંદ કરો.
  4. મૂલ્યાંકન વર્ષ – FY24 માટે AY2024-25 પસંદ કરો.
  5. જરૂરી વ્યક્તિગત વિગતો અને કપાત ભરો.
  6. ફાઇલ કરવા પર ₹5,000 ની લેટ ફી લાગુ થશે.
  7. આધાર OTP નો ઉપયોગ કરીને સબમિટ કરો અને વેરિફાઈ કરો.
  8. જો તમે ઈચ્છો તો ઈન્કમ ટેક્સ ઓફિસમાં જઈને ફોર્મ સબમિટ કરીને વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કરી શકો છો.

લેટ ફી

આવકવેરા અધિનિયમની કલમ 234F મુજબ, બિલેટેડ ITR ફાઇલ કરવા માટે લેટ ફી બે શ્રેણીઓમાં નક્કી કરવામાં આવી છે.

  • વાર્ષિક આવક રૂ. 5 લાખથી ઓછીઃ રૂ. 1,000ની લેટ ફી.
  • વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધુઃ રૂ. 5,000ની લેટ ફી.

જો ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં ન આવે તો ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 276 CC હેઠળ સજા પણ થઈ શકે છે. ITR સમયસર ફાઈલ કરવી જોઈએ. ફાઈલ કરવાથી ભવિષ્યની સમસ્યાઓને અટકાવી શકાય છે. જો તમે હજુ સુધી ITR ફાઈલ નથી કર્યું તો આ પ્રક્રિયા તરત જ પૂર્ણ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news