ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરે એ પહેલા સામે આવ્યા માઠા સમાચાર
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું દુઃખદ અવસાન થતા રાજકીય ગલિયારોમાં સોંપો પડી ગયો છે. થોડા સમય અગાઉ ક્રિકેટ મેચ રમતા તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
Trending Photos
Gujarat Budget 2025-26: ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરુવારે એટલે કે આજે નાણામંત્રી કનુભાઈ પટેલ બજેટ રજૂ કરશે. આ પહેલા એક માઠા સમાચાર મળી રહ્યા છે. જી હા...રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું દુઃખદ અવસાન થયું છે. લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એ દરમિયાન આજે તેઓનું અવસાન થયું.
થોડા સમય અગાઉ રમેશ ચૌધરીને આવ્યો હતો હાર્ટ એટેક
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું દુઃખદ અવસાન થતા રાજકીય ગલિયારોમાં સોંપો પડી ગયો છે. થોડા સમય અગાઉ ક્રિકેટ મેચ રમતા તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એ દરમિયાન આજે તેઓનું અવસાન થયું. જોગાનું જોગ આજે જ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પોતાનું ચોથું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે. તે સમયે તેમના અંગત મદદનીશનું દુઃખદ અવસાન થયું છે. જોકે રમેશભાઈ ચૌધરીની લાંબી માદગીના કારણે તેમની જગ્યાએ અન્ય અંગત મદદની નિમણૂક કરાઈ હતી.
બુધવારે રજૂ કરાયો હતો શોકદર્શક પ્રસ્તાવ
ગત વર્ષ કરતાં વર્ષ 2025-26નું બજેટ 10 ટકા વધુ રહેશે. આ વર્ષે રૂ.3.72 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. બુધવારે રાજયપાલના સંબોધનથી વિધાનસભાના બજેટસત્રનો આરંભ થયો હતો. ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. સ્વ.પૂર્વ મુખ્યમંત્રી ડો.મનમોહનસિંહ, ધારાસભ્ય કરસન સોલંકી, શંભુજી ઠાકોરને શોકાંજલિ પાઠવવામાં આવી હતી.
રાજ્યની જનતાને ફાયદો થશે કે કેમ તે અંગે લોકોની બજેટ પર મંડાઇ નજર!
આજે વિધાનસભામાં પ્રશ્નોતરી પછી બજેટ રજૂ થશે. ગત વખતે ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરાયુ હતું. આ વખતે બજેટની રકમમાં વધારો થઇ શકે છે. બજેટમાં નવી યોજના જ નહીં, નવી જાહેરાત થઈ શકે છે. સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટછાટ અથવા તો હાલ જે સરકારી યોજનાથી લોકોને ફાયદો પહોંચ્યો છે, તેમાં નાણાંકીય વધારો થશે તેમ છે. આ ઉપરાંત નવી યોજના અને વધુ નાણાકીય જોગવાઈ જાહેર થાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ રાજ્યની જનતાને ફાયદો કરાશે કે કેમ તે અંગે લોકોની બજેટ પર નજર મંડાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે