કેનેડામાં વધુ એક ગુજરાતી કાળનો કોળિયો બન્યો; નવસારીના આધેડનું કારમાં રહસ્યમય સંજોગોમાં મોત
Canada News: કેનેડામાં રહેતા વધુ એક ગુજરાતી યુવકનું કારમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર મૂળ ગુજરાતનાં નવસારીના નરેન્દ્રભાઈનું મોત થતાં કેનેડા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
Trending Photos
Canada News: કેનેડામાં રહેતા નવસારીના આધેડનું કારમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. કેનેડાના મોન્ટેરિયલ ખાતે નવસારીના આધેડ નરેન્દ્રભાઈનું મોત થયું છે. બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનું શંકાસ્પદ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. નરેન્દ્રભાઈનો મૃતદેહ પોતાની કારમાંથી મળી આવ્યો છે. કારનો ફેન ચાલુ હતો અને કાર બરફથી ઢંકાયેલી હતી. હાલ આ ઘટના સંદર્ભે કેનેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગાડીમાં કાર્બન મોનોક્સાઇડની વધુ પ્રમાણ
કેનેડ પોલીસ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતાં મોત થયું હોવાનું જણાઈ રહયું છે. કેનેડા સ્થિત નવસારીના નરેન્દ્રભાઈનો મૃતદેહ હાલ પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો છે જ્યાં તેમના મૃત્યુ અંગેની અન્ય વિગતો સામે આવશે પણ હાલ કેનેડા પોલીસ આ કેસ હાથમાં લઈને શોધખોળ હાથ ધરી છે.
નોંધનીય છે કે નવસારીના નરેન્દ્રભાઈનું મોત થયું ત્યારે તેઓ તેમની ગાડીમાં હતા અને કાર બરફથી ઢંકાયેલી હતી અને કારનો ફેન પણ ચાલુ હતો. તેમના મોતથી અનેક શંકાઓ થઈ રહી છે. તેઓ લાંબા સામે સુધી કારમાં કેમ હતા? તે વિશે કોઈ જાણકારી મળી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે