Gujarat Budget 2025: ઘરના ઘરની સબસિડી વધી, પેથાપુર મહુડી રોડ પર ફલાય ઓવર, જાણો ગુજરાતમાં બજેટની અનેક મોટી જાહેરાત

Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટની પળેપળની અપડેટ માટે ઝી 24 કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો....

Gujarat Budget 2025: ઘરના ઘરની સબસિડી વધી, પેથાપુર મહુડી રોડ પર ફલાય ઓવર, જાણો ગુજરાતમાં બજેટની અનેક મોટી જાહેરાત
LIVE Blog

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

20 February 2025
14:26 PM
  • અમદાવાદ મેડિસિટીમાં નવી ન્યુરોલોજી ઈન્સ્ટિટ્યુટ સ્થપાશે
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 3,140 કરોડની જોગવાઈ
  • પેન્શનર્સની હયાતીની ખરાઈ માટે હવે ઓનલાઈન સુવિધા મળશે
  • પેન્શનર્સની હયાતીની ખરાઈ માટે બેંક, પોસ્ટ ઓફિસ નહીં જવું પડે
  • હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં વહીવટી સુધારણા પંચ સ્થપાશે
  • વર્ષ 2025-26ના બજેટનું કદ 3 લાખ 70 હજાર 250 કરોડ
  • આદિજાતિ વિકાસના વિભાગ માટે 5,120 કરોડની જોગવાઈ
  • 3 લાખ આદિજાતિ વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ માટે 755 કરોડ
  • ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલીમાં નવી એકલવ્ય મોડેલ સ્કૂલ સ્થપાશે
  • ધો.1થી 8ના 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડ
  • શ્રમ અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડ રૂપિયાની જોગવાઈ
  • શ્રમિક બસેરા માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અન્નપૂર્ણ યોજના માટે 90 કરોડ રૂપિયાની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડ રૂપિયાની જોગવાઈ
  • શાળાઓમાં 25 હજારથી વધુ વર્ગખંડો બનાવવા માટે 2,914 કરોડ
  • નમો સરસ્વતી સાધના યોજના માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ
  • 22 હજારથી વધારે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પ્રગતિ હેઠળ
  • આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ
  • GMERS મેડિકલ હોસ્પિટલો માટે 1,392 કરોડની જોગવાઈ
14:08 PM

Gujarat Budget 2025 Live Update: ગૃહ વિભાગ માટે 12,659 કરોડની જોગવાઈ
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાઇબર ક્રાઇમ માટે 299 કરોડની જોગવાઈ
સાહેબ સિક્યુરિટી અને ઇન્ટેલિજન્સી ની વ્યવસ્થા માટે નવી 1186 જગ્યાઓ ભરવામાં આવશે
પોલીસ ખાતાના રહેણાક તેમજ બિન રહેનાક મકાનો ના બાંધકામ માટે 682 કરોડ
વિવિધ જેલોના મકાનો ના બાંધકામ માટે 217 કરોડ
વલસાડ જિલ્લાના વાપીમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે
કોર્ટ બિલ્ડીંગના બાંધકામ અને મરામત માટે 308 કરોડ
ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંક મકાન બનાવવા 165 કરોડ

14:07 PM

Gujarat Budget 2025 Live Update: ગુજરાત બજેટમાં જાહેર થઈ આ મહત્વપૂર્ણ જાહેરાતો

  • ગાંધીનગર પેથાપુર મહુડી રોડ ઉપર ફલાય ઓવર બનાવવામાં આવશે 
  • ચાર માર્ગીય કરણ અને જંકશન સુધારણા માટે 85 કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ૪૨૮૩ કરોડની જોગવાઇ 
  • ૧૪૫૦ ડિલક્ષ અને ૪૦૦ મીડી બસ સાથે કુલ ૧૮૫૦ નવી બસ માટે ૭૬૬ કરોડની જોગવાઈ 
  • ૨૦૦ નવી પ્રિમિયમ એસી બસ સાથે ૨૫ પ્રવાસી યાત્રાધામો ને સાંકળવા ૩૬૦ કરોડની જોગવાઈ 
  • નવા ડેપો વર્કશોપ અને બસ સ્ટેશન ના આધુનિકીકરણ માટે ૨૯૧ કરોડની ફાળવણી
  • મહેસુલી સેવાઓ ઝડપી પૂરી પાડવા નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે
  • મહેસુલી વિભાગ હસ્તકની વિવિધ કચેરીઓ માં નવી ૨૩૦ જગ્યાઓ ઉભી કરવામાં આવશે
14:05 PM

Gujarat Budget 2025 Live Update:  માર્ગ અને મકાન વિભાગ માટે 24,705 કરોડની જોગવાઈ

  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ના કામો માટે 5,000 કરોડની જોગવાઈ
  • પ્રવાસન સ્થળોને જોડતા 150 રસ્તાઓને જોડવા અને રીસરફેસ કરવા 2637 કરોડની જોગવાઈ
  • રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 1659 કરોડ ની જોગવાઈ
  • ભુજ-નખત્રાણા ચાર માર્ગીય હાઈસ્પીડ કોરિડોર ની કામગીરી માટે 937 કરોડ
  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના ત્રીજા તબક્કા માટે 600 કરોડ
  • ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 63 રસ્તાઓ માટે 528 કરોડ
  • ઔદ્યોગિક વિસ્તારના જુના ફૂલો ના મજબૂતીકરણ અને મરામત માટે 385 કરોડ
  • હવામાનમાં થતા ફેરફારો સામે ટકી શકે તેવા રસ્તાઓના બાંધકામ માટે 300 કરોડ
  • રાજ્યના મુખ્ય રોડ નેટવર્કના રસ્તા ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા 285 કરોડ
  • અમદાવાદ થી ડાકોર, સુરત થી નવસારી, વડોદરા થી એકતાનગર, રાજકોટ થી ભાવનગર, મહેસાણા થી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળાના રસ્તા માટે 278 કરોડ
  • રાજ્યના બંદરોને જોડતા 28 રસ્તાઓ ની સુધારણા માટે 187 કરોડ
  • સ્ટેટ હાઇવે ની મરામત અને જાળવણી માટે 180 કરોડ 
  • ગાંધીનગરમાં સોળસો 80 ક્વાર્ટર્સના કામ માટે 120 કરોડ
  • ગાંધીનગર પેથાપુર મહુડી રોડ પર ફ્લાવર અને ચાર માર્ગે બનાવવા 85 કરોડ

14:03 PM

Gujarat Budget 2025 Live Update: ગુજરાત બજેટમાં જાહેર થઈ આ મહત્વપૂર્ણ જાહેરાતો

  1. કેન્સરના દર્દીઓ માટે વલસાડ ગોધરા હિંમતનગર અને પોરબંદર ખાતે સુવિધા ઉભી કરવામાં આવશે 
  2. 198 કરોડની જોગવાઈ કરાઈ 
  3. કેન્સરના દર્દીઓને ગુજરાત પોષણ મેસેજ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સુધી આવું ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરાશે
  4. ભરૂચ ખાતે ભાડભુત યોજના માટે ૮૭૬ કરોડ રૂપિયાની જોગવાઈ 
  5. નર્મદાનુ પાણી ધરવપરાશ માટે આપવા માટે ૫૯૭૯ કરોડ રૂપિયા ફાળવાયા 
  6. અમદાવાદ ના નળકાંઠા વિસ્તારમાં સિંચાઇ સુવિધા વધારવા ૮૭૫ કરોડની જોગવાઈ 
  7. નર્મદાની નહેરના વિસ્તરણ માટે ૫૦૧ કરોડની જોગવાઇ

14:02 PM

Gujarat Budget 2025 Live Update: ગુજરાત બજેટમાં જાહેર થઈ આ મહત્વપૂર્ણ જાહેરાતો

  • પરિવહન માટે નવી 2060 બસો શરૂ કરાશે
  • અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવમાં આવશે.
  • સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, સાયબર ફોરેન્સિક લેબ અને એન્ટી નારકોટિક્સ ટાસ્ક ફોર્સ ઓપરેશન ઉભું કરાશે. 
  • જેના માટે 352 કરોડ રૂપિયાની જોગવાઈ કરાય 
  • પોલીસ વિભાગમાં નવી 14 હજાર પોલીસ ફોર્સની ભરતી કરાશે.
  • ટ્રાફિક પોલીસ મા નવી 1390 જગ્યાઓ ઉભી કરાશે. 
  • પેંશનરો હવે ઘર બેઠા જ ઓનલાઈ હયાતીની ખરાય કરી શકશે.
  • અમદાવાદથી ગાંધીનગર અને ગિફ્ટ સિટીને રીવરફ્રન્ટ બીજા ફેઝ બાદ બાકીના ફેઝનું કામ આગામી ૩ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે 
  • રીવરફ્રન્ટ માટે રૂપિયા ૩૫૦ કરોડની જાહેરાત
  • અમદાવાદ મેડિસિટી તર્જ પર અન્ય શહેરોમાં વિવિધ સરકારી હોસ્પિટલ વિકસાવવામાં આવશે
  • વિવિધ શહેરો માટે રૂપિયા ૨૩૧ કરોડ ની ફાળવણી
  • નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે ૨૫૬૪૧ કરોડની જોગવાઈ 
  • જળ સંપત્તિ પ્રભાગ માટે ૧૩૩૬૬ કરોડની જોગવાઇ 
  • સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ૧૩૩૪ કરોડની જોગવાઈ 
  • સૌની યોજના માટે ૮૧૩ કરોડની જોગવાઈ 
  • કચ્છ માટેની યોજના હેતુ ૧૪૦૦ કરોડની જોગવાઇ 
  • સિંચાઇના માળખાના વિસ્તરણ સુધારણા અને આધુનિકીકરણ માટે ૧૫૨૨ કરોડની જોગવાઇ 
  • ૩૨૬ મોટા ચેકડેમ અને વિયર ડેમ બાંધવા માટે ૮૩૨ કરોડની જોગવાઈ 
  • સાબરમતી નદી પર બાકીના ૬ વિયર બેરેજ માટે ૭૫૦ કરોડની જોગવાઇ 
  • ઉદ્વહન સિંચાઇ યોજના માટે ૮૧૩ કરોડની જોગવાઈ જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે ૫૪૮ કરોડની જોગવાઇ 
  • ડેમ સેફ્ટી માટે ૫૦૧ કરોડની જોગવાઈ
13:58 PM

Gujarat Budget 2025 Live Update: રેલવે ફાટક મુક્ત  શહેરો માટે 545 કરોડની જોગવાઇ 
એસઓયુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૨૫૦ કરોડની જોગવાઈ. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવના વિકાસ માટે ૨૫૦ કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રીન રોડ માટે ૨૦૦ કરોડની જોગવાઇ. ૧૨ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર માટે ૧૮૦ કરોડની જોગવાઇ

13:53 PM

Gujarat Budget 2025 Live Update: ગુજરાત બજેટમાં જાહેર થઈ આ મહત્વપૂર્ણ જાહેરાતો

  • સખી સહાય યોજના હેઠળ મહિલાઓને પગભર બનાવાશે
  • ઉજ્જવલા યોજનામાં રાહત માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અકસ્માત યોજના હેઠળ 2 લાખને બદલે 4 લાખની સહાય મળશે
  • સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં સ્પેશિયલ ઝોન વિકસાવાશે
  • રિઝિયોનલ ઈકોનોમિક ઝોન બનાવીને તમામ જિલ્લાનો વિકાસ કરાશે
  • અમદાવાદ, વડોદરા ઉપરાંત દરિયાકાંઠાના જિલ્લાઓના વિકાસ પર ભાર
  • કચ્છમાં 37 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટની સ્થાપના પ્રગતિ હેઠળ
  • સ્પેશિયલ કોરિડોર માટે 1,020 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ડીસાથી પીપાવાવ નમો એક્સપ્રેસ હાઈવે બનાવવાની જાહેરાત
  • દાહોદમાં ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત
  • શહેરોમાં સુખાકારી વધારવા માટે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશે
  • 2 દાયકાથી શહેરોમાં ભૌતિક અને આધુનિક પરિવહન સુવિધાઓ વધી
  • શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત 30,325 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ વિભાગના બજેટમાં 40 ટકાનો માતબર વધારો કરાયો
  • ગુજરાતની 69 નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવશે
  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું 55 ટકા કામ પૂર્ણ થયું
  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2,730 કરોડની જોગવાઈ
  • રાજ્યમાં 2,060 નવી ST બસો ખરીદવા 1128 કરોડની જોગવાઈ
  • શ્રમિકોને પરિવહનમાં સરળતા માટે 400 મિની બસ ખરીદશે સરકાર
     
13:53 PM

Gujarat Budget 2025 Live Update: ગુજરાત બજેટમાં જાહેર થઈ આ મહત્વપૂર્ણ જાહેરાતો

  • રાતના ઉજાગરામાંથી મુક્ત કરીને દિવસે વીજળી અમલમાં મૂકી
  • 16,683 ગામોમાં દિવસે વીજળી આપવાનું કામ પૂર્ણ
  • 97 ટકા ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ
  • કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3થી વધારીને 5 લાખ
  • ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે 5 લાખના ધિરાણમાં રાહત આપવા 1252 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીમાં 1 લાખ રૂપિયાની સહાય
  • ખેત ઓજારોમાં સહાય માટે 1612 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડની જોગવાઈ
  • મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે 1622 કરોડ રૂપિયાની જોગવાઈ
  • 2 લાખ માછીમારોને યાંત્રિક બોટ સહિતની સુવિધાઓનો લાભ મળશે
  • મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ  માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
  • ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ માટે બિનખેતીની મંજૂરી લેવી નહીં પડે
  • ગીર ગાયના સંવર્ધન માટે પોરબંદરમાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે
  • નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળ્યો
  • વધુમાં વધુ લખપતિ દીદીઓ બનાવવા માટે સરકારનું લક્ષ્ય
  • સખી સહાય યોજના માટે 100 કરોડની જોગવાઈ
     
13:51 PM

Gujarat Budget 2025 Live Update: ગુજરાત બજેટમાં જાહેર થઈ આ મહત્વપૂર્ણ જાહેરાતો

  • દિવ્યાંગોને વાર્ષિક 9 હજાર રૂપિયાની સહાયની જોગવાઈ
  • 81 હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
  • આદિજાતી શિષ્યવૃત્તિ સહાય આપવા 4,827 કરોડની જોગવાઈ
  • કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્ષની સુવિધા ઊભી કરાશે
  • ITIને અદ્યતન બનાવીને 5 લાખ તાલીમાર્થીઓને તાલીમ અપાશે
  • 4 ઝોનમાં આઈ-હબની સ્થાપના કરવામાં આવશે
  • LD એન્જિનિયરિંગ સહિત 6 સંસ્થાઓમાં AI લેબ સ્થપાશે
  • MSME ટેક્સટાઈલને વિકસાવવા માટે પર વધુ ભાર અપાશે
  • MSME, સ્ટાર્ટઅપ એકમોની સહાય માટે 3600 કરોડની જોગવાઈ
  • ટેક્સટાઈલ એકમોને સહાય માટે 2 હજાર કરોડની જોગવાઈ
  • આદિજાતી અને પછાત વર્ગની મહિલાઓને 10 લાખ સુધીની લોન
  • આદિજાતી મહિલાઓને 7 ટકાના દરે 10 લાખની લોન મળશે
  • 1 વર્ષમાં 18 કરોડ 63 લાખ પ્રવાસીઓ ગુજરાત ફરવા આવ્યા
  • હોટલ, પરિવહન, હસ્તકલા ક્ષેત્રે મોટા પાયે રોજગારીના સર્જનની તકો
  • પ્રવાસન વિભાગને વધુ વિકસાવવા 6,505 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અંબાજી ધામના વિકાસ માટે 180 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ખેડૂતો માટે રાજ્ય સરકાર હંમેશાં રહી છે સંવેદનશીલ
13:48 PM

Gujarat Budget 2025 Live Update: રાજ્યના પેન્શનરો માટે સારા સમાચાર 
રાજ્યના પાંચ લાખ 14 હજાર પેન્શનરોને ઘર આંગણે જ હયાતીને ખરાઈ ઓનલાઈન અને વિના મૂલ્ય કરાશે. નાણામંત્રીએ કરી જાહેરાત. 

13:47 PM

Gujarat Budget 2025 Live Update: સખી સહાય યોજનામાં 100 કરોડ ની જોગવાઈ
મહિલાઓને આત્મ નિર્ભર કરવા માટે સખી સાહસ યોજનાની જાહેરાત. સખી સહાય યોજનામાં 100 કરોડ ની જોગવાઈ કરાય. વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં હોસ્ટેલ બનાવશે. 

13:45 PM

Gujarat Budget 2025 Live Update: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૨૩૩૮૫ કરોડની જોગવાઇ 
ગત વર્ષ ના ૨૦૧૦૦ કરોડના બજેટમાં ૧૬.૩૫ કરોડનો કરાયો વધારો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૨ કરોડ ૬૭ લાખ લોકોને કેસલેસ સારવાર માટે ૩૬૭૬ કરોડની જોગવાઈ. જીએમઇઆરએસ મેડીકલ હોસ્પીટલ માટે ૧૩૯૨ કરોડની જોગવાઈ. બીનચેપી રોગ અને અન્ય સમસ્યાઓ ના નિવારણ માટે ૪૦૦ કરોડની જોગવાઇ. વડોદરા રાજકોટ સુરત ખાતે કાર્ડીઆક અને યુરોલોજી સેવા માટે ૨૩૧ કરોડની જોગવાઈ . વલસાડ હિમતનગર પોરબંદર ગોધરા ખાતે કેન્સર ની સારવાર શરૂ થશેઆ માટે ૧૯૮ કરોડની જોગવાઇ . અમદાવાદ વડોદરા જામનગર સરકારી મેડીકલ કોલેજના પીજી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા ૧૩૭ કરોડની જોગવાઇ . સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પીટલ માં નવા. તબીબી સાધનો માટે ૧૦૦ કરોડની જોગવાઇ

13:43 PM

Gujarat Budget 2025 Live Update: સાન સૂર્યોદય યોજના હેઠળ 2175 કરોડ રૂપિયાની જોગવાઈ 
કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી ને 5 લાખ કરાય. 4 ટકા વ્યાજ રાહત માટે 1252 કરોડ રૂપિયાની જોગવાઈ. પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે 400 કરોડ ની જોગવાઈ. ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે NA ની મજૂરી લેવી નહિ પડે

13:43 PM

Gujarat Budget 2025 Live Update: શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ
સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ. નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ. RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ. વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ. ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 410 કરોડ. અમદાવાદની એલ.ડી ઇજનેરી સહિત છ સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં AI લેબ ની સ્થાપના માટે 175 કરોડ

13:41 PM

Gujarat Budget 2025 Live Update: નવ મહાનગરપાલિકાઓ માટે રૂપિયા 2300 કરોડની જોગવાઈ 
રાજ્યમાં નવી બનાવેલી નવ મહાનગરપાલિકાઓ માટે રૂપિયા 2300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવી મહારકલિકાઓના વિકાસને વેગ આપવા માટે જોગવાઈ કરાઈ

13:39 PM

Gujarat Budget 2025 Live Update:  શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા, નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા, ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.

13:38 PM

શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ
શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ, સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ  વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ, અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ, રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ, માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ,  આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.

13:37 PM

Gujarat Budget 2025 Live Update: મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનામાં 41 લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ 
મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 41 લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળશે. 

13:36 PM

Gujarat Budget 2025 Live Update: આંગણવાડી યોજના માટે 274 કરોડ
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.

13:35 PM

Gujarat Budget 2025 Live Update: “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડની જોગવાઇ 
“શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્‍દ્રો કાર્યરત છે. શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે.  શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ 

13:33 PM

Gujarat Budget 2025 Live Update: એસટી નિગમમાં ડ્રાઇવર કંડકટર મિકેનિક અને ક્લાર્કની કક્ષામાં કુલ 11000 વધુ ઉમેદવારોની ભરતી 
આધુનિક ટેકનોલોજી ધરાવતી 1750 ડીલક્ષ અને 400 મીની બસ એમ કુલ 1850 નવી 200 પ્રજાની સેવામાં મૂકવામાં આવશે. આ માટે 766 કરોડની જોગવાઈ. 200 નવી પ્રીમિયમ એસી બસ અને 10 સંચાલન મુકવામાં આવશે. આ બધું થતી 25 પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા 360 કરોડની જોગવાઈ. સુરત ખાતે બની રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ઓફ પ્રોજેક્ટ માટે 185 કરોડની જોગવાઈ. એસટી નિગમમાં ડ્રાઇવર કંડકટર મિકેનિક અને ક્લાર્કની કક્ષામાં કુલ 11000 વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં.

13:31 PM

Gujarat Budget 2025 Live Update: ગૃહ વિભાગ માટે રૂપિયા 12,659 કરોડની જોગવાઈ 
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સાયબર ક્રાઇમ સિક્યુરિટી અને સુરક્ષા ઉભી કરવા માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 299 તો કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના તમામ બાકી રહેતા 24 જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા 30 કરોડની જોગવાઈ કરાઈ છે. એન્ટીન નાર્કોટિક્સ માટે 23 કરોડની જોગવાઈ. રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબજેલ ખાતે સેન્ટ્રલાઈઝ પ્રમાણે એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે 44 કરોડની જોગવાઈ. શેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરાશે. આ માટે 63 કરોડની જોગવાઈ કરાઈ. રાજ્યમાં પોલીસ ખાતાના રહેઠાણા તેમજ બિન રહેઠાણાત મકાનોમાં બાંધકામ માટે 982 કરોડની જોગવાઈ. વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે 217 કરોડની જોગવાઈ. વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે

13:30 PM

Gujarat Budget 2025 Live Update: રાજ્યમાં વન અને પર્યાવરણ માટે ₹3,140 કરોડની જોગવાઈ 
રાજ્યમાં વન કવચ હેઠળ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે.

13:29 PM

Gujarat Budget 2025 Live Update: ઘરના ઘર માટે અપાતી સહાયમાં વધારો
ઘરના ઘર માટે અપાતી સહાયમાં વધારો કરાયો છે. નવા ઘર માટે અપાતી સહાય રૂપિયા 1.20 લાખની સામે 50 હજારનો વધારો કરી 1.70 લાખ કરવામાં આવી છે. એઆઈ માટે અમદાવાદ એલ ડી એન્જીનીયરિંગ કોલેજ સહીત 6 સરકારી પોલિટેકનિક કોલેજમાં એઆઈ લેબ બનાવાશે. 

12:09 PM

Gujarat Budget 2025 Live Update: જન જનના હિત માટેનું કલ્યાણકારી બજેટ આપશે: કનુભાઈ દેસાઈ
ભુપેન્દ્ર પટેલે ગુજરાતના બજેટ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલે બજેટ કેવું હેશે તેનો અણસાર આપી દીધો છે. તેમણે જણાવ્યુ છે કે, આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ છેલ્લા ત્રણ વર્ષથી જનજન માટે બજેટ આપી રહ્યા છે. મને આશા છે કે, તેઓ આ વખતે પણ ખુબ સરસ અને જન જનના હિત માટેનું કલ્યાણકારી બજેટ આપશે.

11:37 AM

Gujarat Budget 2025 Live Update: કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચ્યા, કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં બજેટ રજૂ કરવા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચી ગયા છે. આ વખતે બેગની જગ્યાએ લાલ પોથીમાં બજેટ ભાષણ રાખ્યું છે, બીજી બાજુ વિધાનસભા સંકુલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ થયો છે.

10:50 AM

Gujarat Budget 2025 Live Update: લાલ રંગના કપડામાં બજેટની કોપી પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પ્રદર્શિત કરાઇ
ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા ત્યારે નાણા મંત્રીએ તેમની સાથે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ માટે રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. આદિવાસી વરલી પેઇન્ટિંગ, લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા. ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરત કામ, હસ્તકલા, ખેડૂત અને પશુપાલન, જંગલ મહિલાઓ દ્રશ્યમાન થાય છે, સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.

નાણાંમંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કરશે...#Gujarat #Statebudget #GujaratBudget2025 #Kanudesai #ZEE24Kalak pic.twitter.com/fBpnyCltgQ

10:47 AM

Gujarat Budget 2025 Live Update: દરેક સમાજનું ધ્યાન રાખી બજેટ રજૂ થશે: ઋષિકેશ પટેલ
આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને બજેટ વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે દરેક સમાજનું ધ્યાન રાખી બજેટ રજૂ થશે. રાજ્યના નાગરિકોની આશા અપેક્ષાઓ પૂરું કરતું બજેટ હશે. રાજ્યના સર્વાગી વિકાસમાં આ બજેટ મહત્વપૂર્ણ હશે. ઉઘોગ બાળ મહિલા આરોગ્ય શિક્ષણ સહિતના ક્ષેત્રે મહત્વનું હશે. 

09:53 AM

Gujarat Budget 2025 Live Update: અંદાજપત્રની બુક નાણા વિભાગમાંથી સીધી જ વિધાનસભામાં સુરક્ષા સાથે પહોંચી!
વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું...ગુજરાતનું બજેટ પોણા ચાર લાખ કરોડની આસપાસનું બની રહેશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અંદાજપત્રની બુક નાણા વિભાગમાંથી સીધી જ વિધાનસભા પોલીસ સુરક્ષા વચ્ચે લઈ જવામાં આવી. આ બજેટમાં અનેક યોજનાઓને સામેલ કરાયો છે.

09:45 AM

Gujarat Budget 2025 Live Update: આજે ગુજરાત બજેટમાં થઈ શકે છે આ મોટી જાહેરાતો, VIDEO

09:24 AM

Gujarat Budget 2025 Live Update: કનુભાઈ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું દુઃખદ અવસાન
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું દુઃખદ અવસાન થયું છે. થોડા સમય અગાઉ ક્રિકેટ મેચ રમતા તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એ દરમિયાન આજે તેઓનું અવસાન થયું. જોગાનું જોગ આજે જ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પોતાનું ચોથું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે. તે સમયે તેમના અંગત મદદનીશનું દુઃખદ અવસાન થયું છે. જોકે રમેશભાઈ ચૌધરીની લાંબી માદગીના કારણે તેમની જગ્યાએ અન્ય અંગત મદદની નિમણૂક કરાઈ હતી. 

08:53 AM

Gujarat Budget 2025 Live Update: બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ
આ વર્ષનું કુલ બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ગુજરાત સરકારનું સમગ્ર ધ્યાન રાજ્યના નાણાકીય આયોજન પર રહેશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસે 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. આ બજેટમાં આવતા વર્ષ માટે નાણાકીય ફાળવણી અને પ્રાથમિકતાઓની રૂપરેખા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ બજેટમાં 10 નવી જાહેરાતો કરવામાં આવી શકે છે.

08:51 AM

Gujarat Budget 2025 Live Update: 12 કલાકથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો બીજો દિવસે બપોરે 12 કલાકથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. પ્રશ્નોતરી કાળથી બેઠકની શરૂઆત થશે. CM હસ્તકના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે. સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને મહેસુલ વિભાગોની ચર્ચા થશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે. પ્રશ્નોતરી કાળ બાદ વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકાશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.

08:47 AM

Gujarat Budget 2025 Live Update: વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું હશે બજેટ
આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ટુરિઝમ પર ભાર મુકાશે અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું ટેગલાઈન સાથે ગુજરાતનું બજેટ રજૂ થશે. આ સિવાય રોડ-રસ્તા અને કૃષિ અને માળખાકિયા સુવિધાઓ પર ભાર મુકાશે. ઓલિમ્પિકને લઈને વિશેષ જોગવાઈ હોઈ શકે છે. વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું બજેટ રજૂ કરશે. 

Trending news