ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, હાજરી અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય

સરકારી કર્મચારીઓની હાજરીને લઈ નિર્ણય. સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10 :40 સુધી ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનો રહેશે. ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10 નો રહેશે. સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓ ની રજા કપાશે. આવાં કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો સામાન્ય વહીવટ વિભાગનું નિર્ણય લેવાયો છે.

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, હાજરી અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય

Government Employees Attendance: સરકારી નોકરી કરતાં કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બજેટ પહેલા સરકારી કર્મચારીઓની હાજરીને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. જી હા...હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઓફિસ પહોંચવાનું રહેશે. જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10 નો રહેશે. સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે. આવાં કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે કે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ સમયસર હાજરી માટે ‘Digital Attendance System’નો અમલ કર્યો હતો. આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોડા આવતા અને વહેલા ઘરે જતા રહેતા કર્મચારીઓ માટે કઠોર નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આ પરિપત્ર અનુસાર સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા તથા શિસ્ત જાળવે તેમજ સરકારી કામકાજમાં કાર્યક્ષમતા વધે, નિયમિત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય તે હેતુસર સરકારી કચેરીઓ માટે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો, મીડિયા અહેવાલો બાદ સરકાર લાંબા સમયથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થાય તે માટે તેમજ મોડા આવનાર અધિકારીઓ-કર્મચારીઓ ઉપર નિયંત્રણ રહે તે માટે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થા દાખલ કરવાની વિચારણા કરી રહી હતી. હવે આ સંદર્ભમાં આજે એક મોટો નિર્ણય લઈને ગુલ્લીબાજ કર્મચારીઓને સીધો સંદેશ આપી દીધો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news