ગોંડલમાં મકાનના રિનોવેશન દરમિયાન મોટી દુર્ઘટના; 3 લોકો દટાયા, એક મહિલાનું કરૂણ મોત
રાજકોટ ગોંડલમાં બે માળના મકાન ધરાસાઈ થવાનો મામલે ઉષાબેન વરઘાણી નામના 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. સુનિલભાઈ વરઘાણી હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાનું સામે આવ્યું. ફાયર બ્રિગેડ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: ગોંડલમાં મકાનના રિનોવેશન દરમિયાન મોટી દુર્ઘટના બની છે. ગોંડલમાં બે માળના મકાન ધરાસાઈ થતાં ત્રણ લોકો દટાયા હતા. જેમાં ઉષાબેન વરઘાણી નામના 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે સુનિલભાઈ વરઘાણી હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સુનિલભાઈ વરઘાણી ગોંડલ રેલવે સ્ટેશન પાસે પાની કેબિન ધરાવે છે, તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે આજે સવારે 7 વાગ્યે અચાનક કોઈ વિસ્ફોટ થયો હોય તેવો અવાજ સંભળાયો હતો અને અને લોકો દોડીને બહાર આવી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી હતી.
જે.સી.બી. મશીનની મદદથી કાટમાળ ખસેડીને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. આ દુર્ઘટનામાં હજુ એક પુરૂષ અને એક મહિલા કાટમાળ નીચે દટાયેલા છે. જ્યારે એક વૃદ્ધાને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે