હોળીની રાત્રે જો ગુપ્ત રીતે કરી લીધા આ ઉપાય તો.. દે ધનાધન થશે રૂપિયાનો વરસાદ, દરેક કાર્યમાં મળશે ભાગ્યનો સાથ
Holi Upay : હોળીના દિવસે કેટલાક ઉપાયોને ગુપ્ત રીતે કરી લેવાથી જીવનમાં સુખ અને સૌભાગ્ય વધે છે. સાથે જ જીવનની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે.
Trending Photos
Holi Upay : ધાર્મિક માન્યતા અનુસાર હોળી ખૂબ જ શુભ અને લાભકારી તહેવાર છે. ફાગણ માસના શુક્લ પક્ષની પૂનમની તિથિ પર હોળી ઉજવાય છે. હોળીના દિવસે કેટલાક ઉપાયોને ગુપ્ત રીતે કરી લેવાથી જીવનમાં સુખ અને સૌભાગ્ય વધે છે. સાથે જ જીવનની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. તો આજે તમને જણાવીએ કે હોળીના દિવસે કયા ઉપાય કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો:
- જો તમારા વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ચાલતી હોય તો હોળીની રાત્રે એક પાટલા ઉપર સફેદ કપડું પાથરી તેમાં દાળ ઘઉં ચણા વગેરે લઈને નવ ગ્રહ બનાવો. ત્યાર પછી આ ગ્રહોની પૂજા કરો. આમ કરવાથી દાંપત્ય જીવનમાં ખુશાલી આવે છે
- હોળીનો દિવસ માતા લક્ષ્મીની પૂજા કરવા માટે ખાસ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જો કોઈ ભક્તો હોળિકા દહનની રાત્રે ગણેશજી અને માતા લક્ષ્મીની વિધિ વિધાન થી પૂજા કરે તો તેના જીવનની બધી જ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
- હોળીની રાખ સંબંધિત કેટલાક ઉપાય કરવા પણ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હોળીની રાખને એક કપડામાં બાંધી અને ઘરે લઈ આવો. ત્યાર પછી તેને ઘરના દરેક ખૂણામાં છાંટો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં વાતાવરણ સુખદ રહે છે.
- ધાર્મિક માન્યતા અનુસાર હોળીના દિવસે ભગવાન શિવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. હોલિકા ની ભસ્મને શિવજીને અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. હોલિકાની ભમ્સને સ્નાન કરવાના પાણીમાં ઉમેરીને તેનાથી સ્નાન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો:
- દંપતિઓના જીવનમાં મધુરતા લાવવા માટે હોળીને દિવસે સવારે સ્નાન કરીને ભગવાન શિવ અને માતા પાર્વતી ની મૂર્તિ ને રંગ ચઢાવો. ત્યાર પછી આ રંગને જ પતિ પત્નીએ એકબીજાને લગાડવો. આમ કરવાથી તેમના જીવનમાં ખુશાલી આવે છે.
- જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અથવા તો તમારા ઉપર કરજ વધી રહ્યું હોય તો હોળીની રાત્રે આ ઉપાય કરવો. હોલિકા દહન કરવાનું હોય તે દિવસે સંધ્યા સમયે કપૂરના ગુલાબની થોડી પાંદડી રાખી અને તેને સળગાવી દો. ત્યાર પછી તેને આખા ઘરમાં ફેરવો અને પછી જે રાખ વધે તેને હોલિકા દહનની અગ્નિમાં અર્પિત કરી દો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે