બુદ્ધ પૂર્ણિમાના ચંદ્ર ગ્રહણ પર આ રાશિના લોકોની લાગી જશે લોટરી, અચાનક થશે ધનલાભ

Lunar Eclipse 2023: ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર તુલા રાશિમાં હશે. આ સાથે જ મિથુન રાશિમાં મંગળ અને શુક્રની યુતિ સર્જાશે. મેષ રાશિમાં સૂર્ય, બુધ અને ગુરુ તેમજ રાહુ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ કરશે. આ સ્થિતિમાં કેટલીક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. એટલે કે આ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ લાભકારી સાબિત થશે. 

બુદ્ધ પૂર્ણિમાના ચંદ્ર ગ્રહણ પર આ રાશિના લોકોની લાગી જશે લોટરી, અચાનક થશે ધનલાભ

Lunar Eclipse 2023: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને મહત્વપૂર્ણ ઘટના ગણવામાં આવે છે. આવું જ એક મહત્વપૂર્ણ ગ્રહણ 5 મે અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. આ એક ચંદ્રગ્રહણ છે અને તે રાત્રે 8.44 કલાકથી શરૂ થશે અને મોડી રાત્રે 1: 01 કલાકે પૂર્ણ થશે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર તુલા રાશિમાં હશે. આ સાથે જ મિથુન રાશિમાં મંગળ અને શુક્રની યુતિ સર્જાશે. મેષ રાશિમાં સૂર્ય, બુધ અને ગુરુ તેમજ રાહુ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ કરશે. આ સ્થિતિમાં કેટલીક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. એટલે કે આ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ લાભકારી સાબિત થશે. 

આ પણ વાંચો:

મિથુન રાશિ

ચંદ્રગ્રહણ સમયે મિથુન રાશિમાં શુક્ર અને મંગળ હશે. તેથી આ સમયે મિથુન રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી રહેશે. આ સમય દરમિયાન કરજથી મુક્તિ મળશે. લાંબા સમયથી અટકેલું કામ અને ધન પરત મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે પણ ચંદ્રગ્રહણ ખાસ અને ફળદાય રહેવાનું છે. આ સમય દરમિયાન સમાજમાં માન સન્માનની વૃદ્ધિ થશે. નોકરી અને વેપારમાં લાભ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. 

મકર રાશિ

આ રાશિના લોકો માટે પણ ગ્રહણ અનુકૂળ સાબિત થવાનું છે. કાર્ય સ્થળ પર કાર્યની પ્રશંસા થશે. નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે. નોકરી શોધતા લોકોને રાહત મળશે અને નોકરીની તલાશ પૂરી થશે. 

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ શુભ સાબિત થશે. આ સમય દરમિયાન આધ્યાત્મ તરફ વધારે ઝુકાવ રહેશે. ધાર્મિક યાત્રા પરિવાર સાથે થઈ શકે છે. રોકાણ ફાયદાકારક સાબિત થશે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news