મંગળે બનાવ્યો શક્તિશાળી રાજયોગ, 21 દિવસ સુધી આ રાશિઓને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે
રૂચક રાજયોગ: જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવ ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે. આવામાં અનેક ગ્રહોની યુતિ થાય છે, ત્યારે કોઈના નસીબમાં શુભ કે કોઈએ અશુભ રાજયોગની અસરનો સામનો કરવો પડતો હોય છે. એ જ રીતે ભૂમિ પુત્ર અને ગ્રહોના સેનાપતિ મંગળ 16 નવેમ્બરના રોજ વૃશ્ચિકમાં પ્રવેશ કરી ગયા. જ્યાં 27 ડિસેમ્બર 2023 સુધી રહેશે.
Trending Photos
રૂચક રાજયોગ: જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવ ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે. આવામાં અનેક ગ્રહોની યુતિ થાય છે, ત્યારે કોઈના નસીબમાં શુભ કે કોઈએ અશુભ રાજયોગની અસરનો સામનો કરવો પડતો હોય છે. એ જ રીતે ભૂમિ પુત્ર અને ગ્રહોના સેનાપતિ મંગળ 16 નવેમ્બરના રોજ વૃશ્ચિકમાં પ્રવેશ કરી ગયા. જ્યાં 27 ડિસેમ્બર 2023 સુધી રહેશે. મંગળના પોતાની સ્વરાશિ વૃશ્ચિકમાં જવાથી રૂચક નામના રાજયોગનું નિર્માણ થયું છે. આ યોગ ખુબ શુભ માનવામાં આવે છે. આવામાં 12 રાશિઓના જીવન પર કોઈને કોઈ અસર ચોક્કસપણે પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમના જીવન પર વધુ સકારાત્મક અસર પડશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. જાણો રૂચક રાજયોગ બનવાથી કોને લાભ થશે.
વૃશ્ચિક રાશિ
મંગળએ પોતાની સ્વરાશિ વૃશ્ચિકમાં લગ્નભાવમાં પ્રવેશ કર્યો છે. આવામાં રૂચક રાજયોગ આ રાશિના જાતકોના જીવનમાં ખુબ સારો પ્રભાવ પાડી શકે છે. આત્મવિશ્વાસ વધશે. આ સાથે જ તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. રૂચક રાજયોગ બનવાથી તમે તમારી સમજ અને સાહસથી કાનૂની મામલાઓને સરળતાથી ઉકેલવાની કોશિશ કરશો. જીવનસાથીનો પણ પૂરેપૂરો સહયોગ મળશે. સંપત્તિ અને નાણાકીય સ્થિતિ પર સારી અસર પડી શકે છે.
કર્ક રાશિ
મંગળ પોતાની જ રાશિના પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આવામાં રૂચક રાજયોગ આ રાશિના જાતકોને અપાર સફળતા અપાવી શકે છે. ઉચ્ચ શિક્ષણની ઈચ્છા પૂરી થઈ શકે છે. વિદેશમાં ભણવાનું સપનું પૂરું થઈ શકે છે. નોકરીયાતોની વાત કરીએ તો તમારા કામને જોતા ઉચ્ચ અધિકારીઓ પદોન્નતિ સાથે પગારમાં વધારો કરી શકે છે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત પણ ખુલશે.
બિઝનેસમાં પણ અપાર સફળતા મળી શકે છે. આ રાશિ માટે મંગળ ખુબ ખુશીઓ લઈને આવી શકે છે. સંતાન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે. શનિની ઢૈય્યાના અશુભ પ્રભાવથી પણ મંગળ તમને રાહત અપાવશે.
તુલા રાશિ
રૂચક રાજયોગ આ રાશિના જાતકો માટે પણ લાભકારી સાબિત થઈ શકે છે. મંગળ આ રાશિના બીજા ભાવમાં બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોના આવકના સ્ત્રોત ખુલશે. બેંક બેલેન્સ વધશે અને બચન કરવામાં પણ સફળ થઈ શકે છે. ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તેનાથી થોડો ખર્ચ થઈ શકે છે. રૂચક યોગ બનવાથી તમને થોડો વાણીમાં દોષ થઈ શકે છે. આવામાં તમારે થોડું બચીને રહેવાની જરૂર છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. પરિવાર સાથે સારો સમય વિતશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે