પાવાગઢ જનારા ભક્તો માટે આનંદના સમાચાર, દર્શન કરવા જશો તો કંઈક નવુ મળશે

Pavagadh Temple : યાત્રાધામ પાવાગઢના દર્શને આવતા ભક્તો માટે આનંદના સમાચાર.... આગામી સમયમાં પાર્કિંગ અને મોબાઈલ નેટવર્ક સહિતની સુવિધાનો વિકાસ કરાશે... ચાંપાનેર કિલ્લા વિસ્તારના આંતરિક રસ્તાઓનું પણ કરાશે નવીનીકરણ...   
 

પાવાગઢ જનારા ભક્તો માટે આનંદના સમાચાર, દર્શન કરવા જશો તો કંઈક નવુ મળશે

Panchmahal News : યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શને આવતાં લાખ્ખો ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી સમયમાં પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની સમસ્યામાંથી શ્રદ્ધાળુઓને મુક્તિ મળશે. કારણ કે, પાવાગઢમાં જલ્દી જ મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવામાં આવશે. આ અંગેની પણ ગતિવિધિઓ તેજ કરાઈ છે. સાથે પાર્કિંગની પણ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. જેથી હવેથી પાવાગઢ આવનારા શ્રદ્ધાળુઓને આ સમસ્યાથી જલ્દી જ મુક્તિ મળશે. 

ગુજરાત વિકાસ બોર્ડના સચિવની ઉપસ્થિતિમાં ગોધરા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં યાત્રાધામ પાવાગઢના વિકાસ કામો માટે બેઠકમાં થઈ ચર્ચા થઈ હતી. જેમાં પાવાગઢ મંદિરને સુવિધાને લઈને અનેક મોટા નિર્ણયો લેવાયા છે. જેમાં ખાસ છે પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની સુવિધા. બેઠકમાં આ મહત્વની સુવિધા અંગે ચર્ચા કરાઈ હતી. જેના બાદ યાત્રિકોની સગવડતાના ભાગરૂપે મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મંદિર વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની મોટી સમસ્યા છે. ભક્તો એકબીજાથી વિખુટા પડી જાય ત્યારે તેમજ ઓનલાઇન પેમેન્ટ માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. 

પાર્કિંગ સમસ્યા પણ દૂર થશે
સાથે જ ચાંપાનેર કિલ્લા વિસ્તારના આંતરિક રસ્તાઓ પણ નવીન બનાવવા માટે નિર્ણય લેવાયો છે. તો માંચી ખાતે પાર્કિંગ સુવિધાઓ સાથે શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરાશે. હાલ પાર્કિંગ અને નેટવર્કના અભાવે મુલાકાતીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે. માચી ખાતે પાર્કિગ અને નવીન ગેટ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. 

ચાંપાનેર કિલ્લા વિસ્તારના આંતરિક રસ્તાઓ નવા બનાવાશે તો પાર્કિંગ સાથે શૌચાલય અને વિસ્તારને રમણીય બનાવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news