ભારતના આ ગામમાં ક્યારેય નથી થતી હનુમાનજીની પૂજા, કારણ છે જબરું
હનુમાનજી હિન્દુઓના આરાધ્ય દેવ છે અને ભારતભરમાં તેમની પૂજા કરવામા આવે છે. પરંતુ બહુ ઓછા લોકો એમ જાણે છે કે ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં હનુમાનજીની પૂજા કરવામાં નથી આવતી
Trending Photos
પુષ્કર ચૌધરી/નવી દિલ્હી : ભગવાન હનુમાનને લઈ ગત કેટલાક દિવસોથી અનેક વિવાદિત નિવેદનો સામે આવ્યા છે. કોઈએ તેમને દલિત ગણાવ્યા, તો કોઈએ મુસલમાન. પરંતુ હકીકત તો એ છે કે, હનુમાનજી હિન્દુઓના આરાધ્ય દેવ છે અને ભારતભરમાં તેમની પૂજા કરવામા આવે છે. પરંતુ બહુ ઓછા લોકો એમ જાણે છે કે ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં હનુમાનજીની પૂજા કરવામાં નથી આવતી. આવું એટલા માટે કે, અહીંના રહેવાસીઓ હનુમાનજી દ્વારા કરવામાં આવેલ કામથી આજ દિન સુધી નારાજ છે. આ જગ્યા છે ઉત્તરાખંડમાં આવેલ દ્રોણાગિરી ગામ.
રસ્તા વચ્ચે બેસેલા સિંહને કારણે અટકી ગયો હતો રાષ્ટ્રપતિની ગાડીનો કાફલો
દ્રોણાગિરી ગામ ઉત્તરાખંડના સીમાંત જનપદ ચમોલીના જોશીમઠ વિકાસ ખંડમાં જોશીમઠ નીતિ માર્ગ પર આવેલું છે. આ ગામ લગભગ 14000 ફૂટની ઊંચાઈ પર છે. અહીંના લોકોનું માનવું છે કે, હનુમાનજી જે પર્વતને સંજીવની બૂટી માટે ઉઠાવીને લઈ ગયા હતા, તે પર્વત અહીં હતું. જોકે, દ્રોણાગિરિના લોકો એ પર્વતની પહેલા પૂજા કરતા હતા, તેથી તેઓ હનુમાનજી દ્વારા પર્વત ઉઠાવી લઈ જવાને કારણે નારાજ છે. આ જ કારણ છે કે, આજે પણ અહીં હનુમાનજીની પૂજા કરવામાં નથી આવતી. એટલું જ નહિ, ગામમાં લાલ રંગનો ધ્વજ લગાવવા પર પણ પ્રતિબંધ છે.
દ્રોણાગિરી ગામના રહેવાસીઓના અનુસાર, જ્યારે હનુમાનજી બુટી લેવા માટે આ ગામમાં પહોંચ્યા તો તેઓ ભ્રમમાં પડી ગયા હતા. તેમને કંઈ પણ સૂઝી રહ્યું ન હતું કે કયા પર્વત પર સંજીવની બૂટી હોઈ શકે છે. ત્યારે ગામમાં એક વૃદ્ધ મહિલા દેખાઈ હતી. તેમણે એ મહિલાને પૂછ્યું કે, સંજીવની બૂટી કયા પર્વત પર હશે. વૃદ્ધાએ દ્રોણાગિરી પર્વત તરફ ઈશારો કર્યો હતો. હનુમાનજી ઉડીને પર્વત પર ગયા, પરંતુ બુટી કઈ જગ્યા પર હશે તે શોધી ન શક્યા.
અમદાવાદ: ચાઈનીસ દોરાથી કપાઈ ગઈ યુવકના ગળાની નસ, મદદ માટે બૂમ પાડી, પણ...
ત્યારે તેઓ ગામમાં ઉતર્યા અને વૃદ્ધાને બૂટીવાળી જગ્યા પૂછવા લાગ્યા. જ્યારે વૃદ્ધાએ બુટીવાળો પર્વત બતાવ્યો તો હનુમાનજીએ એ પર્વતના મોટા હિસ્સાને તોડીને પર્વત લઈને ઉડી ગયા. કહેવામાં આવે છે કે, જે વૃદ્ધાએ હનુમાનજીની મદદ કરી હતી તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આજે પણ આ ગામના આરાધ્ય દેવ પર્વતની વિશેષ પૂજા પર મહિલાઓના હાથનું ખાવામાં નથી આવતું અને ન તો મહિલાઓને આ પૂજામાં ભાગ લેવા દેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે