CWG 2022: કોમનવેલ્થમાં ભારતીય કુસ્તીબાજોની ધોબી પછાડ ગેમ, એક પછી એક જીત્યા ગોલ્ડ મેડલ

Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતીય ખેલાડીઓનું ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતે અત્યાર સુધી 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 11 બ્રોન્ઝ સહિત 34 મેડલ જીત્યા છે.

CWG 2022: કોમનવેલ્થમાં ભારતીય કુસ્તીબાજોની ધોબી પછાડ ગેમ, એક પછી એક જીત્યા ગોલ્ડ મેડલ

Commonwealth Games 2022: બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સના 22 માં એડિશનના 9 માં દિવસે ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. રવિ દહિયા અને વિનેશ ફોગાટ બાદ પહેલવાન નવીન કુમારે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતે અત્યાર સુધી 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 11 બ્રોન્ઝ સહિત 34 મેડલ જીત્યા છે.

ભારતીય પહેલવાન નવીન કુમારે ભારતને 12 મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. રવિ દહિયા અને વિનેશ ફોગાટ બાદ પહેલવાન નવીન કુમારે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નવીન કુમારે ફ્રીસ્ટાઈલ 74 કિલો વર્ગ કેટેગરીની ફાઈનલમાં પાકિસ્તાનના પહેલવાન મુહમ્મદ શરીફ તાહિરને 9-0 હરાવ્યો છે.

🇮🇳's Dhakad youth wrestler Naveen (M-74kg) defeats 🇵🇰's Tahir by points (9-0) en route to winning GOLD 🥇on his debut at #CommonwealthGames 🔥

Amazing confidence & drive from Naveen to take 🇮🇳's 🥇 medal tally to 1️⃣2️⃣ at #B2022

— SAI Media (@Media_SAI) August 6, 2022

ભારતીય પહેલવાન રવિ દહિયાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. પહેલવાન રવિ દહિયાએ 57 કિલો વર્ગ કેટેગરીની ફાઈનલમાં નાઈજિરિયન પહેલવાન ઇ વેલ્સનને 10-0 થી હરાવ્યો. જોકે, ફાઈનલ મેચ પહેલા રવિ દહિયાએ પાકિસ્તાનના અસદ અલીને હરાવ્યો હતો. રવિ દહિયાએ અસદ અલીને 14-4 થી હરાવ્યો હતો. ત્યારે આ પહેલા ક્વોર્ટર ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના પહેલવાન સૂરજને 1 મિનિટ 14 સેક્ન્ડમાં જ 10-0 થી હરાવ્યો હતો. 

— ANI (@ANI) August 6, 2022

વિનેશ ફોગાટે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. વિનેશ ફોગાટે શ્રીલંકાની ચામોડ્યા કેશાનીને 4-0 થી હરાવી આ મેચ પોતાના નામે કરી છે. વિનેશ ફોગાટે વિમેન્સ 56 કિલો વર્ગ કેટેગરીમાં આ મેડલ પોતાના નામે કર્યો છે. આ પહેલા વિનેશ ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલો વર્ગ કેટેગરી અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિલો વર્ગ કેટેગરીમાં પણ ગોલ્ડ જીત્યો હતો.

India gets a Gold medal in Women's Wrestling 53Kgs pic.twitter.com/oKPmeIQXjW

— ANI (@ANI) August 6, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news