IND vs ENG: આ ખતરનાક સ્પિનરો સાથે ભારતના પ્રવાસે આવશે ઈંગ્લેન્ડ, ECB એ ટેસ્ટ સિરીઝ માટે જાહેર કરી ટીમ
India vs England: ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર કરી દીધી છે. 25 જાન્યુઆરીથી 11 માર્ચ વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. બેન સ્ટોક્સ ટીમની કમાન સંભાળશે.
Trending Photos
લંડનઃ ઈંગ્લેન્ડની ટીમ આગામી મહિને ભારતના પ્રવાસે આવી રહી છે. 5 ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં થશે. અંતિમ ટેસ્ટ માર્ચના બીજા સપ્તાહમાં રમાશે. તે માટે ઈંગ્લેન્ડની પસંદગી સમિતિએ પાંચ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વિશ્વકપ બાદ ઘુંટણની સર્જરી કરાવનાર બેન સ્ટોક્સ ટીમનો કેપ્ટન હશે.
ઈંગ્લેન્ડ ટીમમાં ત્રણ અનકેપ્ડ ખેલાડી
ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ત્રણ એવા ખેલાડીઓને સામેલ કર્યાં છે, જે અનકેપ્ડ છે. એટલે કે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું નથી. તેમાં ફાસ્ટ બોલર ગસ એટકિંસનની સાથે સ્પિનર ટોમ હાર્ટલે અને શોએબ બશીરને ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હાર્ટલેએ ઈંગ્લેન્ડ માટે બે વનડે મેચ રમી છે. તો એટકિંસન વિશ્વકપમાં ઈંગ્લેન્ડ ટીમનો સભ્ય હતો. 20 વર્ષના ઓફ સ્પિનર બશીરની પાસે માત્ર 6 ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ છે.
ઈંગ્લેન્ડની ટીમ આ પ્રકારે છે
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગુસ એટકિન્સન, જોની બેયરસ્ટો, શોએબ બશીર, હેરી બ્રુક, જેક ક્રાઉલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ, માર્ક વુડ.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટ : 25-29 જાન્યુઆરી (હૈદરાબાદ)
બીજી ટેસ્ટઃ 2-6 ફેબ્રુઆરી (વિશાખાપટ્ટનમ)
ત્રીજી ટેસ્ટઃ 15-19 ફેબ્રુઆરી (રાજકોટ)
ચોથી ટેસ્ટઃ 23-27 ફેબ્રુઆરી (રાંચી)
પાંચમી ટેસ્ટ : 3-7 માર્ચ (ધર્મશાલા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે