Tokyo Olympics: ઇવેન્ટમાં ભાગ લીધા બાદ એથલીટ કોરોના પોઝિટિવ, ટોક્યો ઓલિમ્પિકમાં હડકંપ!
Dutch rower Finn Florijn tested positive: ટોક્યો ઓલિમ્પિકમાં ડર રોવર ફિન ફ્લોરિજને શુક્રવારે રમત પહેલા પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. રવિવારે આવેલા રિપોર્ટમાં તે કોરોના પોઝિટિવ આવ્યો છે.
Trending Photos
ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં જારી ઓલ્મ્પિકના આયોજનો ત્યારે ચિંતામાં મુકાયા જ્યારે ઇવેન્ટમાં ભાગ લઈ ચુકેલ એથલીટનો રવિવારે આવેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અફરાતફરીમાં એથલીટને આઇસોલેટ કરી દેવામાં આવ્યો અને તે તપાસ કરવામાં આવી રહી છે કે તે એથલીટના સંપર્કમાં અન્ય લોકો આવ્યા નથીને.
Kyodo News ના રિપોર્ટ અનુચાર ડચ રોવર ફિન ફ્લોરિજને શુક્રવારે રમતમાં ભાગ લેતા પહેલા પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. ફ્લોરિજનને શનિવારે ચેપેચેઝ રેસ સિંગલ સ્કલ્સમાં હાર મળી. જ્યારે તેનો રિપોર્ટ આવ્યો તો તત્લાક આઇસોલેટ કરી દેવામાં આવ્યો.
ખેલ આયોજન સમિતિ વર્તમાનમાં તે નક્કી કરવા માટે કામ કરી રહી છે કે કોઈ ડચ રોવરના નજીકના સંપર્કમાં તો આવ્યું નથીને. પરંતુ આ ઘટનાએ રવિવારે નૌકાયનમાં કોઈ વિઘ્ન ન પાડ્યું, કારણ કે બધી ઇવેન્ટ પોતાના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આયોજીત થઈ ચુકી છે.
ઉલ્લેખનીય છે કે આકરા નિયમો સાથે ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. એથલીટ અને અધિકારી કડક પ્રોટોકોલને ફોલો કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે