આજથી ટેસ્ટના વર્લ્ડ કપ 'આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ'નો પ્રારંભ, જાણો તમામ ટીમોનો સંપૂર્ણ કાર્યક્રમ
આજથી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થઈ રહેલી એશિઝ સિરીઝ સાથે જ ટેસ્ટ ક્રિકેટના 'વર્લ્ડ કપ' એવી 'વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ'નો પ્રારંભ થઈ જશે. જુન 2021 સુધી રમાનારી 73 ટેસ્ટ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનનો ફેંસલો થશે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટને રસપ્રદ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ એશિઝ ટેસ્ટ મેચથી તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમામ ટીમ કુલ 6 સિરીઝ રમવાની છે. જેમાં ત્રણ સિરીઝ હોમ અને ત્રણ સિરીઝ અન્ય દેશમાં રમશે. બે વર્ષના ગાળામાં કુલ 27 સિરીઝ રમાવાની છે.
ઉલ્લેખનીય છે કે, 7 જુન, 1975ના રોજ ICC દ્વારા વન-ડે વર્લ્ડ કપની શરૂઆત કરાઈ હતી અને ટી-20 વર્લ્ડ કપની પ્રથણ મેચ 11 સપ્ટેમ્બર, 2007ના રોજ રમાઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં 'વર્લ્ડ કપ' જેવી કોઈ ફોર્મ્યુલા ન હતી, પરંતુ ICC દ્વારા આપવામાં આવતા રેન્કિંગના આધારે જે ટીમનું રેન્કિંગ વધુ હોય તે ટોચના સ્થાને રહે છે.
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમનારી તમામ ટીમોનો સંપૂર્ણ કાર્યક્રમ
ભારત
જુલાઈથી ઓગસ્ટ 2019: 2 મેચ ટેસ્ટ સિરીઝ, વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
ઓક્ટોબર-નવેમ્બર 2019: 3 મેચની ટેસ્ટ સિરીઝ, વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
નવેમ્બર 2019: 2 મેચની ટેસ્ટ સિરીઝ, વિરુદ્ધ બાંગ્લાદેશ
ફેબ્રુઆરી 2020: 2 ટેસ્ટ મેચ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
ડિસેમ્બર 2020: 4 ટેસ્ટ મેચ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2021: 5 ટેસ્ટ મેચ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
ન્યૂઝીલેન્ડ
જુલાઈ-ઓગસ્ટ 2019: 2 ટેસ્ટ મેચ સિરીઝ વિરુદ્ધ શ્રીલંકા
ડિસેમ્બર 2019થી જાન્યુઆરી 2020: 3 ટેસ્ટ મેચની સિરીઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
ફેબ્રુઆરી 2020: 2 મેચની ટેસ્ટ સિરીઝ વિરુદ્ધ ભારત
ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020: 2 ટેસ્ટ મેચ, વિરુદ્ધ બાંગ્લાદેશ
નવેમ્બર-ડિસેમ્બર 2020: 3 ટેસ્ટ મેચ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
ડિસેમ્બર 2020: 2 ટેસ્ટ મેચ વિરુદ્ધ પાકિસ્તાન
દક્ષિણ આફ્રિકા
ઓક્ટોબર 2019: 3 ટેસ્ટ મેચ વિરુદ્ધ ભારત
ડિસેમ્બર 2019થી જાન્યુઆરી 2020: 4 ટેસ્ટ મેચ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
જુલાઈ-ઓગસ્ટ 2020: 2 ટેસ્ટ મેચ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
જાન્યુઆરી 2021: 2 ટેસ્ટ વિરુદ્ધ શ્રીલંકા
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021: 2 ટેસ્ટ મેચ વિરુદ્ધ પાકિસ્તાન
ફેબ્રુઆરી-માર્ચ 2021: 3 ટેસ્ટ મેચ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
જુલાઈ-ઓગસ્ટ 2019: 5 ટેસ્ટ મેચ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
ડિસેમ્બર 2019થી જાન્યુઆરી 2020: 4 ટેસ્ટ મેચ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
માર્ચ 2020: 2 ટેસ્ટ મેચ વિરુદ્ધ શ્રીલંકા
જુન-જુલાઈ 2020: 3 ટેસ્ટ મેચ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
જુલાઈ-ઓગસ્ટ 2020: 3 ટેસ્ટ મેચ વિરુદ્ધ પાકિસ્તાન
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021: 5 ટેસ્ટ મેચ વિરુદ્ધ ભારત
ઓસ્ટ્રેલિયા
જુલાઈ-સપ્ટેમ્બર 2019: 5 ટેસ્ટ મેચ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
નવેમ્બર 2019: 2 ટેસ્ટ વિરુદ્ધ પાકિસ્તાન
ડિસેમ્બર 2019થી જાન્યુઆરી 2020: 3 ટેસ્ટ મેચ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
ફેબ્રુઆરી 2020: 2 ટેસ્ટ વિરુદ્ધ બાંગ્લાદેશ
નવેમ્બર-ડિસેમ્બર 2020: 4 ટેસ્ટ મેચ વિરુદ્ધ ભારત
ફેબ્રુઆરીથી માર્ચ 2021: 3 ટેસ્ટ મેચ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
શ્રીલંકા
જુલાઈ-ઓગસ્ટ 2019: 2 ટેસ્ટ મેચ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
ઓક્ટોબર 2019: 2 ટેસ્ટ મેચ વિરુદ્ધ પાકિસ્તાન
માર્ચ-એપ્રિલ 2020: 2 ટેસ્ટ મેચ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
જુલાઈ-ઓગસ્ટ 2020: 3 ટેસ્ટ મેચ વિરુદ્ધ બાંગ્લાદેશ
જાન્યુઆરી 2021: 2 ટેસ્ટ મેચ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
ફેબ્રુઆરી-માર્ચ 2021: 2 ટેસ્ટ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
પાકિસ્તાન
ઓક્ટોબર 2019: 2 ટેસ્ટ વિરુદ્ધ શ્રીલંકા
નવેમ્બર-ડિસેમ્બર 2019: 2 ટેસ્ટ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2020: 2 ટેસ્ટ વિરુદ્ધ બાંગ્લાદેશ
જુલાઈ-ઓગસ્ટ 2020: 3 ટેસ્ટ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
ડિસેમ્બર 2020: 2 ટેસ્ટ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021: 2 ટેસ્ટ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
વેસ્ટ ઈન્ડિઝ
જુલાઈ-ઓગસ્ટ 2019: 2 ટેસ્ટ વિરુદ્ધ ભારત
જુન-જુલાઈ 2020: 3 ટેસ્ટ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
જુલાઈ-ઓગસ્ટ 2020: 2 ટેસ્ટ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
નવેમ્બર-ડિસેમ્બર 2020: 3 ટેસ્ટ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021: 3 ટેસ્ટ વિરુદ્ધ બાંગ્લાદેશ
ફેબ્રુઆરી-માર્ચ 2021: 2 ટેસ્ટ વિરુદ્ધ શ્રીલંકા
બાંગ્લાદેશ
નવેમ્બર 2019: 3 ટેસ્ટ વિરુદ્ધ ભારત
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2020: 2 ટેસ્ટ વિરુદ્ધ પાકિસ્તાન
ફેબ્રુઆરી 2020: 2 ટેસ્ટ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
જુલાઇ-ઓગસ્ટ 2020: 3 ટેસ્ટ વિરુદ્ધ શ્રીલંકા
ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020: 2 ટેસ્ટ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021: 3 ટેસ્ટ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે