IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 12 સીઝનમાં બન્યા છે આ રેકોર્ડ
ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત આજથી થશે. તેની પહેલા એક નજર કરીએ વિશ્વની સૌથી મોંઘી લીગના રેકોર્ડસ પર. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન. સૌથી વધુ વિકેટ લેનાર બોલર.
Trending Photos
નવી દિલ્હીઃ આજથી એટલે કે શનિવાર, 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL2020) 2020ની શરૂઆત થઈ રહી છે. દુનિયાની સૌથી મોટી આ લીગમાં છેલ્લી 12 સીઝનમાં ઘણા રેકોર્ડસ બન્યા છે. એક નજર કરીએ આ લીગમાં અત્યાર સુધી બનેલા મહત્વના રેકોર્ડસ પર.
સૌથી વધુ ટાઇટલ
મુંબઈ ઈન્ડિયન્સ- ચાર વાર (2013, 2015, 2017,2019)
ચેન્નઈ સુપર કિંગ્સ - 3 વખત (2001, 2011, 2018)
સૌથી ઝડપી અડધી સદી- કેએલ રાહુલ- 14 બોલ પર
કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેને દિલ્હી ડેયરડેવિલ્સ વિરુદ્ધ ફટકારી હતી અડધી સદી. રાહુલે 16 બોલમાં બનાવ્યા 51 રન. પ્રથમ ત્રણ ઓવરમાં પૂરી કરી લીધી હતી ફિફ્ટી.
સૌથી વધુ વિકેટ- લસિથ મલિંગા (મુંબઈ ઈન્ડિયન્સ)
આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લસિથ મલિંગાના નામે છે. તેણે 122 મેચોમાં 16.6ની સ્ટ્રાઇક રેટની સાથે 170 વિકેટ ઝડપી છે.
સૌથી વધુ રન
વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) 5412
કોહલીએ 177 મેચોમાં 37.84ની બેટિંગ એવરેજની સાથે 5 સદી અને 36 અડધી સદીની મદદથી બનાવ્યા છે આ રન.
સૌથી વધુ સિક્સ
ક્રિસ ગેલ (KXIP, KKR અને RCB)
ગેલે 124 ઈનિંગમાં 326 સિક્સ ફટકારી છે. બીજા નંબર પર ડિ વિલિયર્સ છે, જેણે 142 ઈનિંગમાં 212 છગ્ગા ફટકાર્યા છે.
સતત સૌથી વધુ જીત
કેકેઆર- 10
ગૌતમ ગંભીરની આગેવાનીમાં કેકેઆરે 7 મેથી 8 એપ્રિલ 2015 વચ્ચે રમાયેલી મેચોમાં જીત હાસિલ કરી.
એક સીઝનમાં સૌથી વધુ વિકેટ
આ રેકોર્ડ ડ્વેન બ્રાવોના નામે છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા 2013મા 28 મેચોમાં 32 વિકેટ ઝડપી હતી.
સૌથી ઝડપી સદી
ક્રિસ ગેલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતા 23 એપ્રિલ 2013ના રેકોર્ડ 175 રન બનાવ્યા હતા. તેણે પુણે વોરિયર્સ વિરુદ્ધ માત્ર 30 બોલ પર સદી બનાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે