IND vs AUS: ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી
IND vs AUS ODI Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ત્યારબાદ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં બીજી વનડે અને 27 સપ્ટેમ્બરે રાજકોટમાં છેલ્લી વનડે રમાશે.
Trending Photos
IND vs AUS ODI Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ પહેલા ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝમાં બંને ટીમ પોતાની વિશ્વકપની તૈયારીઓને આખરી ઓપ આપશે. આ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. ભારત સામે ત્રણ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં ઘણા મહત્વના ખેલાડીઓની વાપસી થઈ છે. ભારત સામે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના ઈજાગ્રસ્ત ખેલાડીઓ વાપસી કરશે.
22 સપ્ટેમ્બરથી શરૂ થશે વનડે સિરીઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. તેમાં હવે વધુ સમય બાકી નથી. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી છે, તેની કમાન પેટ કમિન્સને આપવામાં આવી છે. અત્યારે જે ઓસ્ટ્રેલિયન ટીમ આફ્રિકામાં રમી રહી છે તેમાં પેટ કમિન્સ નથી. આ ટીમમાં મિચેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથની વાપસી થઈ છે. આ ખેલાડીઓની વાપસી બાદ કાંગારૂ ટીમ મજબૂત લાગી રહી છે.
BREAKING: Travis Head has been ruled out of Australia's upcoming ODI series against India 😬
— Fox Cricket (@FoxCricket) September 17, 2023
ઈજાગ્રસ્ત ટ્રેવિસ હેડ બહાર
ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઓપનર ટ્રેવિસ હેડને સ્થાન મળ્યું નથી. ટ્રેવિસ હેડ આફ્રિકા સામે ચોથી વનડેમાં ઈજાગ્રસ્ત થયો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી કહેવામાં આવ્યું છે કે હેડ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ ડોક્ટરો સાથે વાત કરશે, ત્યારબાદ તેની ઈજા વિશે સંપૂર્ણ જાણકારી મળશે. આ મહિનાની શરૂઆતમાં આફ્રિકા સામે ડેબ્યૂ કરનાર મેટ શોર્ટને પ્રથમવાર વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો કમિન્સ, સ્મિથ અને મેક્સવેલ ઈજા બાદ વાપસી કરશે.
ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ કાર્યક્રમ
પ્રથમ વનડે- 22 સપ્ટેમ્બર, મોહાલી
બીજી વનડે- 24 સપ્ટેમ્બર, ઈન્દોર
ત્રીજી વનડે- 27 સપ્ટેમ્બર, રાજકોટ
ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), શોન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિશ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોયનિસ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે