IND vs NZ 1st Test: કેપ્ટન રોહિત શર્માની 2 ભૂલ ભારે પડી ગઈ, ન્યૂઝીલેન્ડની ટીમ પર ટાંકણે આ 'બ્રહ્માસ્ત્ર' ચલાવવાનું જ ભૂલી ગયા?

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારે જદ્દોજહેમત બાદ પણ ટીમ ઈન્ડિયાએ સજ્જડ હારનો સામનો કરવો પડ્યો. મેચના બીજા દિવસથી જોઈએ તો હારના સૌથી મોટા ગુનેહગાર કોઈ બીજું નહીં પરંતુ રોહિત શર્મા જોવા મળ્યા. તેમની 2 મોટી ભૂલ હારનું સૌથી મોટું કારણ બની.

IND vs NZ 1st Test: કેપ્ટન રોહિત શર્માની 2 ભૂલ ભારે પડી ગઈ, ન્યૂઝીલેન્ડની ટીમ પર ટાંકણે આ 'બ્રહ્માસ્ત્ર' ચલાવવાનું જ ભૂલી ગયા?

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારે જદ્દોજહેમત બાદ પણ ટીમ ઈન્ડિયાએ સજ્જડ હારનો સામનો કરવો પડ્યો. મેચના બીજા દિવસથી જોઈએ તો હારના સૌથી મોટા ગુનેહગાર કોઈ બીજું નહીં પરંતુ રોહિત શર્મા જોવા મળ્યા. તેમની 2 મોટી ભૂલ હારનું સૌથી મોટું કારણ બની. બીજી ઇનિંગમાં ટીમની બેટિંગે મેચમાં જીવ રેડી દીધો. પરંતુ રોહિતે સરફરાઝ અને પંતની દમદાર ઈનિંગો પર એક ઝટકે પાણી ફેરવી દીધું. 

રોહિત શર્માએ ટેસ્ટના બીજા દિવસે જ ટોસ જીતીને પહેલી ભૂલ કરી નાખી. તેમણે સ્વીકાર્યું કે તેઓ પીચ રીડ કરી શક્યા નહીં અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ લીધો. પરિણામ બધાની સામે હતું. ટીમ ઈન્ડિયાના ધૂરંધરો કાગળના શેર સાબિત થયા અને આખી ટીમ 46ના સ્કોર પર સમેટાઈ ગઈ. પરંતુ જ્યારે મહેમાન ટીમની ખબર લેવાનો વારો આવ્યો તો રોહિતે વધુ એક મોટી ભૂલ કરી અને મેચ ગુમાવી દીધી. કીવી ટીમે મેચને 8 વિકેટથી જીતીને સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી. 

બીજી ઈનિંગમાં પણ કરી ભૂલ
ન્યૂઝીલન્ડની 356 રનની લીડના જવાબમાં રોહિત એન્ડ કંપનીએ એકબાજુ જ્યાં સૂજબૂજવાળી બેટિંગ કરી, હિટમેને અડધી સદી ફટકારી અને સરફરાઝે 150 રન કર્યા જ્યારે પંતે 99 રન કર્યા. આ દમદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 106 રનનો લક્ષ્ય મૂક્યો. બોલિંગ દરમિયાન રોહિતે બુમરાહ, જાડેજા, કુલદીપ, સિરાજનો ઉપયોગ કર્યો. પરંતુ ટીમ ઈન્ડિયાના બ્રહ્માસ્ત્રને ભૂલી ગયા. હિટમેને અશ્વિન તરફ ત્યારે જોયું જ્યારે ન્યૂઝીલેન્ડ જીતના દ્વારે ઊભું હતું. 

જોતા રહી ગયા અશ્વિન
અશ્વિન કોઈ ઓળખાણના મોહતાજ નથી. ભારતની જમીન પર અશ્વિન દમદાર છે. આ દહેશત ન્યૂઝીલેન્ડની ટીમને પણ હતી. પરંતુ રોહિતે બીજી ઈનિંગમાં પોતાના પગ પર કુહાડી મારવાનું કામ કર્યું. ટર્ન મળવા છતાં અશ્વિન તરફ મોડેથી જોયું. તેમના આ નિર્ણયના વિરોધમાં કોમેન્ટેટર્સ પણ જોવા મળ્યા. બીજી બાજુ ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ઘર આંગણે હરાવીને 36 વર્ષ બાદ ઐતિહાસિક જીત મેળવી. મેચનો હીરો રચિન રવિન્દ્ર રહ્યો. જેણે પોતાના પ્રદર્શનથી બધાના મન જીતી લીધા. હવે બીજી મેચ ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ સમાન હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news