ખરાબ વર્તનમાં ફસાયેલા ભારતીય ટીમ મેનેજરને સ્વદેશ પરત ફરવાનો આદેશ
હવે જોવાનું રહેશે કે સુબ્રમણ્યમને ટીમ મેનેજરના ઈન્ટરવ્યૂ માટે 16 ઓગસ્ટે મુંબઈમાં રજૂ થવાની તક મળશે કે નહીં, જેને છટણી બાદ આ પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમે બીસીસીઆઈએ તેના કથિત ગેરવર્તનને કારણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પરથી પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ સુબ્રમણ્યમ પર આવા આરોપ લાગ્યા હતા.
બોર્ડના વરિષ્ઠ અધિકારીએ આ મામલામાં જણાવ્યું, 'ભારતીય ટીમની 'જલ સરંક્ષણ' પરિયોજના માટે એક શૂટિંગ હતું જેમાં ખેલાડીઓએ તેની દેખરેખ કરવાની હતી. આ શૂટિંગ સમાપ્ત થયા બાદ તેણે એક મેલ દ્વારા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસને વચ્ચે છોડીને આગામી ફ્લાઇટમાં ભારત પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.'
ઉલ્લેખનીય છે કે તમિલનાડુના પૂર્વ સ્પિનરે ગયાના અને ત્રિનિદાદ તથઆ ટોબૈગોમાં ભારતીય હાઈ કમિશનના અધિકારીઓની સાથે કથિત રીતે ગરવર્તન કર્યા બાદ કોઈપણ શરત વગર માફી માગવાની રજૂઆત કરી હતી. આ ઘટના બાદ નક્કી હતું કે સુબ્રમણ્યમે ટીમ મેનેજરનું પદ ગુમાવવું પડશે. પોતાના ખરાબ વ્યવહારને સુબ્રમણ્યમે તણાવને જવાબદાર ઠેરવ્યો હતો.
સુબ્રમણ્યમે માફી પત્રમાં પોતાની ઉંઘ પૂરી ન થવાની વાત કરી હતી. તેનું કહેવું હતું કે આરામ પૂરો ન થવાને કારણે તે તણાવમાં હતો અને આ કારણે તેણે ખરાબ વ્યવહાર કર્યો હતો.
સુબ્રમણ્યમનો આ મામલો સરકારના ઉચ્ચ સ્તરના અધિકારીઓની પાસે પહોંચી ગયો છે. આ કારણે હવે બીસીસીઆઈ મામલા પર વધુ કંઇ કરી શકશે નહીં.
સુબ્રમણ્યમ પર આરોપ છે કે તેણે કેટલાક વરિષ્ઠ સરકારી અધિકારીઓ દ્વારા ફોન કરવા પર તેનો જવાબ ન આપ્યો અને સતત તેની અનદેખી કરી રહ્યાં હતા. એટલું જ નહીં તેણે બીસીસીઆઈના અધિકારીઓના ફોન પર ન રિસીવ કર્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે