ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ પહેલા કેપ્ટને રચી માઇન્ડ ગેમની જાળ, શું છે થશે ટીમ ઇન્ડિયાનું?
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે, એમની ટીમ પાસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ પ્લાન છે.
Trending Photos
બર્મિંઘમ : ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ શરૂ થાય એ પહેલા જ ઇંગ્લેન્ડ કેપ્ટન જો રૂટે માઇન્ડ ગેમ રમી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે, એમની ટીમ પાસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ પ્લાન છે. વિરાટ કોહલીનો 2014નો પ્રવાસ ઘણો જ નિરાશાજનક રહ્યો હતો. કોહલીએ એ શ્રેણીમાં 10 ઇનિંગમાં 13.40ની એવરેજથી માત્ર 134 રન બનાવ્યા હતા.
રૂટે કહ્યું કે, અમારી દ્રષ્ટિએ જોઇએ તો અમે એવું જ ઇચ્છિએ કે તે એવું જ પ્રદર્શન કરે. પરંતુ અમને ખબર છે કે તે કેટલો શાનદાર ખેલાડી છે અને એની ક્ષમતા શું છે. એણે છેલ્લા કેટલાક વર્ષોમાં સારૂ પ્રદર્શન કર્યું છે. અમને લાગે છે કે અમારી પાસે જોરદાર પ્લાન છે પરંતુ જ્યારે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટસમેન વિરૂધ્ધ રમી રહ્યા હો તો એની પાસે દરેક જવાબ હોય છે.
તેમણે કહ્યું કે, હું એ વાત ખાતરી સાથે કહી શકું છું કે અમારા ત્યાં ઘણા એવા પ્રશંસકો છે કે જે એને રમતો જોવા ઇચ્છે છે. અમને ખબર છે કે એણે દુનિયામાં પોતાની જાતને પુરવાર કરી છે. પરંતુ અમે એને રોકવાનો પ્રયાસ કરીશું. બંને ટીમોમાં ઘણા ખાસ ખેલાડી છે અને અમે એવો પ્રયાસ કરીશું કે ટીમ પર દબાણ લાવી શકાય.
ટીમમાં સ્પિનર આદિલ રાશિદની પસંદગી સામે ઉઠેલા સવાલ કેપ્ટને કહ્યું કે, રાશિદની ટીકાથી અમને કોઇ ફરક પડતો નથી. તે સારી બોલિંગ કરી રહ્યો છે અને આશા છે કે મેચમાં પણ સારૂ પ્રદર્શન કરશે. સ્પષ્ટ છે કે એની પસંદગીમાં હું એની પડખે હતો અને મને લાગે છે કે લેગ સ્પિનના મામલેતે આક્રમક વિકલ્પ છે. ટીકાની વાત કરીએ તો લોકોને પોતાનો મત છે પરંતુ મને લાગે છે કે આ નાઇન્સાફી છે.
ઓલરાઉન્ડર મોઇન અલીના સ્થાને રાશિદને જગ્યા આપવા અંગે એણે કહ્યું કે, પીચ જોતાં અમે એક સ્પિનરને રમાડવાનું નક્કી કર્યું અને તે રાશિદ છે. રાશિદ અને મોઇન બંને ટીમમાં વિવિધતા લાવે છે પરંતુ ભારતીય ટીમમાં જમણેરી ખેલાડીઓની સંખ્યા જોતા અમને રાશિદ આક્રમક અને વધુ યોગ્ય લાગી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે