વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે 19 જુલાઈએ ટીમની જાહેરાત, ધોનીના ભવિષ્ય પર લેવાઇ શકે છે નિર્ણય
વિશ્વ કપની સેમિફાઇનલમાં નવ જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજય બાદ ધોનીના ભવિષ્ય પર ચર્ચા થવા લાગી છે.
Trending Photos
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત 19 જુલાઈએ કરવામાં આવશે પરંતુ ત્રણ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી નિર્ધારીત ઓવરની સિરીઝ માટે એમએસ ધોનીના ભવિષ્યને લઈને હજુ કંઇ સ્પષ્ટ થયું નથી.
વિશ્વ કપની સેમિફાઇનલમાં નવ જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજય બાદ ધોનીના ભવિષ્યને લઈને ચર્ચા શરૂ થઈ હતી. આશા છે કે 38 વર્ષનો આ વિકેટકીપર બેટ્સમેન કેટલાક દિવસમાં નિવૃતીની જાહેરાત કરી દેશે.
બીસીસીઆઈના એક અધિકારીએ પ્રશાસકોની સમિતિ (સીઓએ) સાથે મુલાકાત બાદ પીટીઆઈને કહ્યું, 'પસંદગીકારો મુંબઈમાં 19 જુલાઈએ બેઠક કરશે. અમે હજુ ધોની પાસેથી કંઇ સાંભળ્યું નથી, પરંતુ ખેલાડી અને પસંદગીકાર વચ્ચે શું વાતચીત થશે તેનું મહત્વ છે.' જો તમે મને પૂછશો કે તો ધોનીએ વિશ્વકપમાં સારૂ પ્રદર્શન કર્યું છે. માત્ર તે નિર્ણય કરી શકે છે તેણે આગળ રમવું છે કે નહીં.
કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ત્રણ-ત્રણ મેચોની ટી20 અને વનડે સિરીઝમાંથી આરામ આપવાની સંભાવના છે, જ્યારે બંન્ને 22 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝમાં વાપસી કરી શકે છે.
ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની ઉપલબ્ધતા વિશે હજુ સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. ધવન ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે