જાહેર ક્ષેત્રની 56 કંપનીઓ દેવાળું ફૂંકવાના આરે, એર ઈન્ડિયા સૌથી ટોચે

દેશમાં દેવાળું ફૂંકનારી સરકારી કંપનીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષથી વધારો થઈ રહ્યો છે, 2015-16માં આવી કંપનીઓની સંખ્યા 48 હતી, જે 2017-18માં વધીને 56 થઈ ગઈ છે. આ તમામ કંપનીઓમાં એર ઈન્ડિયા ટોચ પર છે. 
 

જાહેર ક્ષેત્રની 56 કંપનીઓ દેવાળું ફૂંકવાના આરે, એર ઈન્ડિયા સૌથી ટોચે

નવી દિલ્હીઃ દેશમાં દેવાળું ફૂંકનારી સરકારી કંપનીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષથી વધારો થઈ રહ્યો છે, 2015-16માં આવી કંપનીઓની સંખ્યા 48 હતી, જે 2017-18માં વધીને 56 થઈ ગઈ છે. આ તમામ કંપનીઓમાં એર ઈન્ડિયા ટોચ પર છે. 

સૌથી ખરાબ સ્થિતિ
આ 56 કંપનીઓમાં સૌથી વધુ ખરાબ હાલત એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ, ભારત કોકિંગ કોલ લિમિટેડ, ઈલેક્ટ્રિકલ મશીન લિમિટેડ અને MTNLનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓની નેટવર્થ 2017-18માં માઈનસ 88,556 કરોડ રહી છે. તેમનું કુલ નુકસાન રૂ. 1,32,360 કરોડ રહ્યું છે. 

સૌથી વધુ એર ઈન્ડિયાને નુકસાન
છેલ્લા ત્રણ વર્ષમાં એર ઈન્ડિયાને સૌથી વધુ નુકસાન થયું છે. કંપનીની નેટવર્થ માઈનસમાં 24,893 કરોડ રહી છે, જ્યારે કંપનીને રૂ.53,914 કરોડનું નુકસાન થયું છે. ભારે ઉદ્યોગમંત્રી અરવિંદ ગણપત સાવંતે જણાવ્યું, પીએસયુ વિભાગ રવાઈવલ અને રિસ્ટ્રક્ચરિંગ પર ભાર મુક્યો છે. સરકાર પોતાની તરફથી આવી કંપનીઓને ફરીથી નફો રળતી કરવાનું આયોજન કરી રહી છે. 

આ કંપનીઓના રિવાઈવલને મંજૂરી
સરકારે 6 કંપનીઓના રિવાઈવલને મંજૂરી આપી છે. જેમાં બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઈઝર નિગમ લિમિટેડ, હિન્દુસ્તાન સ્ટીલવર્ક્સ કન્સ્ટ્રક્શન લિમિટેડ, રિચાર્ડસન એન્ડ ક્રુડડાસ લિમિટેડ, નેપા લિમિટેડ, હુગલી પ્રિન્ટિંગ લિમિટેડ અને કોંકણ રેલવે નિગમ લિમિટેડનો સમાવેશ થાય છે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news