INDvsSA: ટીમ ઈન્ડિયા ઘરમાં 6 વર્ષમાં માત્ર એક ટેસ્ટ હારી, હવે તે મેદાન પર મુકાબલો
India vs South Africa: પ્રથમ ટેસ્ટમાં આફ્રિકા સામે વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ હવે આવતીકાલથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. આ મેચ પુણેમાં રમાશે.
Trending Photos
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે એકવાર ફરી દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામે ટકરાશે. આ બીજી ટેસ્ટ મેચ પુણેમાં રમાશે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ત્રણ મેચોની સિરીઝમાં 1-0થી આગળ છે. હવે તે બીજી ટેસ્ટ જીતવાનો પ્લાન બનાવી રહી છે. બીજી ટેસ્ટ મેચ જીતવાની સાથે વિરાટ સેના સિરીઝ પોતાના નામે કરી લેશે. તો આફ્રિકાની ટીમ સિરીઝમાં વાપસી કરવા મેદાને ઉતરશે.
ભારતીય ટીમ માટે સારી વાત છે કે તે ભારતમાં છેલ્લા છ વર્ષથી અજેય છે. તે ઘરેલૂ મેદાન પર છ વર્ષમાં માત્ર એક ટેસ્ટ મેચ હારી છે. જ્યારે આ દરમિયાન તેમએ 23 ટેસ્ટ મેચ જીતી છે. આ આંકડો ભારતીય ટીમનો આત્મ વિશ્વાસ વધારશે. તો બીજી ટેસ્ટ મેચમાં તે દાવેદાર તરીકે ઉતરશે.
દક્ષિણ આફ્રિકા (South Africa)ની ટીમ બીજી ટેસ્ટ મેચમાં જીતની દાવેદાર નથી. પરંતુ પુણે ટેસ્ટ તેની માટે આશાનું કિરણ લઈને આવી છે. હકીકતમાં આ એકમાત્ર એવુ મેદાન છે, જ્યાં ભારત 2012 બાદ હાર્યું છે. ઓસ્ટ્રેલિયાએ 2017મા આ મેદાન પર ભારતને 333 રને પરાજય આપ્યો હતો. ત્યારે ભારતીય ટીમ બંન્ને ઈનિંગમાં 110 કરતા ઓછા સ્કોરમાં આઉટ થઈ ગઈ હતી.
જો વાત કરીએ દક્ષિણ આફ્રિકાની તો તેને ભારતમાં છેલ્લે 2010મા ટેસ્ટ જીત મળી હતી. ત્યારે તેણે નાગપુરમાં રમાયેલી મેચમાં ઈનિંગ અને છ રનથી વિજય મેળવ્યો હતો. તેણે 558/6ના સ્કોર પર દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ ભારને ક્રમશઃ 233 અને 319 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે 203 રને વિજય મેળવ્યો હતો. રોહિત શર્માએ ઓપનર તરીકે પ્રથમવાર બેટિંગ કરતા બંન્ને ઈનિંગમાં સદી ફટકારી હતી. તો મયંક અગ્રવાલે પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે