IPL: 10માંથી એકપણ ટીમનો કેપ્ટન નહીં બની શકે David Warner, સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

IPL 2022 મેગા ઓક્શન શરૂ થવામાં હવે બે સપ્તાહનો સમય બાકી છે. તેવામાં તમામ ટીમની નજર દિગ્ગજ ઓપનર વોર્નર પર હશે.
 

IPL: 10માંથી એકપણ ટીમનો કેપ્ટન નહીં બની શકે David Warner, સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

નવી દિલ્હીઃ આઈપીએલ મેગા ઓક્શન  (IPL Mega Auction) શરૂ થવામાં હવે બે સપ્તાહનો સમય બાકી છે. થોડા દિવસ બાદ 10 ટીમો વિશ્વભરના ખેલાડીઓને ખરીદવા માટે દાંવ લગાવવાની છે. આ ખેલાડીઓમાંથી એક નામ દિગ્ગજ બેટર ડેવિડ વોર્નર  (David Warner) નું પણ છે. તે વાત તો નક્કી છે કે વોર્નરને ખરીદવા માટે સ્પર્ધા થશે. કોઈ ટીમ તો વોર્નરને પોતાનો કેપ્ટન બનાવી શકે છે. પરંતુ આ વચ્ચે એક મોટુ કારણ સામે આવ્યું છે કે વોર્નર કોઈ પણ ટીમનો કેપ્ટન નહીં બની શકે. 

આ કારણે કેપ્ટન નહીં બની શકે વોર્નર
તે વાત તો નક્કી છે કે વોર્નર આઈપીએલમાં ગમે તે ટીમનો કેપ્ટન બની શકે છે. તે પોતાની આગેવાનીમાં હૈદરાબાદને ચેમ્પિયન બનાવી ચુક્યો છે. પરંતુ આ વચ્ચે એક કારણ સામે આવ્યું છે કે વોર્નરને કોઈ ટીમ કેપ્ટન બનાવશે નહીં. આ કારણ ખુબ પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ જણાવ્યુ છે. પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પર વાતચીત કરતા આકાશ ચોપડાએ કહ્યુ કે, ડેવિડ વોર્નરને આરસીબી કેપ્ટન બનાવવા વિશે વિચારી શકે છે, પરંતુ વોર્નરને કોઈ ટીમ પોતાનો કેપ્ટન બનાવશે નહીં. સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે જે થયું, તેને જોતા કોઈ ટીમ વોર્નરને કેપ્ટન બનાવવા ઈચ્છશે નહીં. 

આરસીબીનો કેપ્ટન બની શકે છે વોર્નર
વિરાટ કોહલીએ આરસીબીની કમાન છોડી દીધી છે. પરંતુ તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે ખેલાડીના રૂપમાં જોડાયેલો છે. તેવામાં વોર્નરના શાનદાર કેપ્ટનશિપ રેકોર્ડને જોતા આરસીબી તેને કમાન સોંપી શકે છે. ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદને આઈપીએલમાં જીત અપાવી ચુક્યો છે. મહત્વનું છે કે આઈપીએલ 2021માં વોર્નર ખરાબ ફોર્મમાં હતો. ત્યારબાદ હૈદરાબાદે તેને બહાર કરી દીધો હતો. ડેવિડ વોર્નરને આ વર્ષે હૈદરાબાદે રિટેન પણ કર્યો નથી. 

આઈપીએલનો સફળ બેટર છે વોર્નર
ટી20માં ડેવિડ વોર્નર વિસ્ફોટક બેટિંગ કરવા માટે જાણીતો છે. તે આ નાના ફોર્મેટમાં અનેક દમદાર ઈનિંગ રમી ચુક્યો છે. ખાસ વાત છે કે ડેવિડ વોર્નર આરસીબીનો કેપ્ટન બનશે તો તેને વિરાટ કોહલીનો સહયોગ મળશે. આઈપીએલમાં આરસીબી ક્યારેય ચેમ્પિયન બની નથી, તેવામાં ફ્રેન્ચાઇઝી વોર્નરને પોતાની ટીમમાં સામેલ કરી કમાન સોંપી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news