IPL 2023: આ બે ટીમોએ કેપ્ટનને કરી દીધા બહાર, એક જીતી ચુક્યો છે ટી20 વિશ્વકપની ટ્રોફી

IPL 2023 ઓક્શન પહેલા બે ટીમોએ ખુબ ચોંકાવનારો નિર્ણય લીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનને રિલીઝ કરી દીધો છે. તો કોલકત્તાએ વિશ્વ વિજેતા કેપ્ટન આરોન ફિન્ચને બહાર કરી દીધો છે.

IPL 2023: આ બે ટીમોએ કેપ્ટનને કરી દીધા બહાર, એક જીતી ચુક્યો છે ટી20 વિશ્વકપની ટ્રોફી

નવી દિલ્હીઃ IPL 2023 Retention: IPL 2023 ઓક્શન માટે દરેક ટીમોએ પોતાની રિટેન્શન અને રિલીઝનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. આ વચ્ચે કોલકત્તા નાઇટ રાઇડર્સે ચોંકાવનારો નિર્ણય લેતા ઘણા મોટા પ્લેયર્સને રિલીઝ કરી દીધા છે. તેમાંથી એક વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી પણ સામેલ છે. આ ખેલાડી ગમે ત્યારે મેચનું પાસુ પલટી શકે છે. તેમ છતાં કોલકત્તાએ તેને બહાર કરી દીધો છે. તો સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનને જ બહાર કરી દીધો છે. 

સનરાઇઝર્સનો ચોંકાવનારો નિર્ણય
આઈપીએલ 2023 ઓક્શન પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ખુબ ચોંકાવનારો નિર્ણય કર્યો છે. તેમણે પોતાના કેપ્ટન કેન વિલિયમસનને રિલીઝ કરી દીધો છે. આઈપીએલ 2022માં વિલિયમસનની આગેવાનીમાં હૈદરાબાદ સારૂ પ્રદર્શન કરી શકી નહીં અને ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવાનું ચુકી ગઈ હતી. વિલિયમસને આઈપીએલની 76 મેચોમાં 2101 રન બનાવ્યા છે. 

આ પ્લેયરસને કર્યો રિલીઝ
કોલકત્તા નાઇટ રાઇડર્સે ઓસ્ટ્રેલિયાના વિશ્વ વિજેતા કેપ્ટન આરોન ફિન્ચને રિલીઝ કરી દીધો છે. હવે આરોન ફિન્ચે પોતાની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને 2021માં ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બનાવ્યું હતું. તે પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેણે આઈપીએલની 92 મેચોમાં 2091 રન બનાવ્યા છે. છતાં કોલકત્તાએ તેને રિલીઝ કરી દીધો છે. તો સ્ટાર બેટર અજિંક્ય રહાણેનો સાથ પણ કોલકત્તાએ છોડી દીધો છે. 

કોલકત્તા દ્વારા રિલીઝ કરાયેલા ખેલાડીઓ
પેટ કમિન્સ, સેમ બિલિંગ્સ, અમન ખાન, શિવમ માવી, મોહમ્મદ નબી, ચમીરા કરૂણારત્ને, આરોન ફિન્ચ, એલેક્સ હેલ્સ, અભિજીત તોમર, અજિંક્ય રહાણે, અશોક શર્મા, બાબા ઇંદ્રજીત, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રાસિખ સલામ, શેલ્ડન જેક્શન.

Sunrisers Hyderabad દ્વારા રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓ
કેન વિલિયમસન, નિકોલસ પૂરન, જગદીશ સુચિત, પ્રિયમ ગર્ગ, રવિકુમાર સમર્થ, રોમારિયો શેફર્ડ, સૌરભ દુબે, સીન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા, વિષ્ણુ વિનોદ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news